મોડીરાત્રે યુવક પર હુમલો કરી કારમાં ઉઠાવી જઇ લૂંટી લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયાના જાંબુડીયાપુરા ગામે મોડીરાત્રે યુવકને આંતરીને હુમલો કરી લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર, વાઘોડિયા તાલુકાના જાંબુડીયાપુરા ગામમાં રહેતા સાગરભાઇ અરવિંદભાઇ વસાવા (ઉં.વ.૩૧) ઇલેક્ટ્રિકનું કામ કરે છે. ગઇકાલે તેઓ કંપનીમાં કામ કરવા ગયા હતા. ત્યાંથી મોડીરાત્રે તેઓ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે દશ વાગ્યે જાંબુડીયાપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે ૩ થી ૪ આરોપીઓએ લૂંટના ઇરાદે તેમના પર હુમલોકરી પટ્ટા વડે માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓ તેમને ઉઠાવીને અવાવરૃ જગ્યાએ લઇ ગયા હતા. તેમનું પર્સ અને મોબાઇલ ફોન છીનવીને આરોપીઓ ભાગી ગયા હતા. છાતી, પગ અને હાથ પર ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જરોદ પોલીસે દવાખાના વર્ધીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




