દિવાળીની રાત્રે યુવક પર હુમલો કરી ચાકૂના ઘા ઝીંકી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી દિવાળીની રાત્રે યુવક પર ચાકૂના ઘા ઝીંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. મકરપુરા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.
મકરપુરા જશોદા કોલોનીમાં રહેતો ૨૧ વર્ષનો આયુષ નન્હેભાઇ વર્મા ફેબ્રિકેશનનો ધંધો કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૮ મી તારીખે રાત્રે હું મારી બહેનના ઘરેથી પરત મારા ઘરે જતો હતો. તે દરમિયાન માણેજા ક્રોસિંગ પાસે લેન્ડ માર્ક મોલના પાર્કિંગમાં આવેલા ગલ્લા પર મારા બનેવીના ભાઇ અમરજીત બેઠા હોઇ હું ત્યાં ગયો હતો. તે દરમિયાન નીરજ, સૂરજ, સાહિલ સૈયદ તથા સાહિદ સૈયદ ત્યાં આવ્યા હતા. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તેઓએ મારા પર હુમલો કર્યો હતો. સાહિલ તથા સાહિદે ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા મને ગંભીર ઇજા થઇ હતી. દરમિયાન મારા બનેવી ત્યાં આવી જતા આરોપીઓ ભાગી છૂટયા હતા.




