Baroda

વડોદરામાં ધોળે દિવસે ચોરીનો સિલસિલો, સમાના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

By GS TEAM
25 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાના સમા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો છે. રાધિકા પાર્ક સોસાયટીમાં મિતેશભાઈ પરમારના બંધ મકાનનું તાળું તોડી ચોરોએ ચાંદીના દાગીના અને રોકડા 20000 સહિત કુલ 1.75 લાખની મતાની ચોરી કરી હતી. મિતેશભાઈ બપોરે 2 વાગે જમવા ઘરે આવતા ચોરીની જાણ થઈ હતી. સમા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ધોળે દિવસે ચોરીનો સિલસિલો, સમાના મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

Vadodara Theft Case : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હવે દિવસ દરમિયાન ચોરીના બનાવો બનવા માંડ્યા છે. કારેલીબાગ હરણી વિસ્તારમાં ધોળે દિવસે ચોરીના બનેલા બનાવ બાદ સમા વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે.
સમાના ખોડીયાર નગર પાસે રાધિકા પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશભાઇ પરમારએ પોલીસને કહ્યું છે કે ગઈ તા 23મી સવારે મારી પત્ની અને મારો ભાઈ કામ અર્થે દિવાળીપુરા ગયા હતા અને હું પણ 10 વાગે કામ પર ગયો હતો. મારુ ટિફિન ઘરે રહી ગયું હોવાથી હું બપોરે 2 વાગે જમવા ગયો ત્યારે ઘરનું તાળું તૂટેલું હતું.
તપાસ કરતા ચોરો ચાંદીના જુદા જુદા દાગીના તેમજ રોકડાનું 20000 મળી પોણા બે લાખની મતા ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી સમાપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.