Baroda
ગોત્રીમાં કારમાં આગ લાગતાં વાહનચાલકોમાં નાસભાગ મચી,સુભાનપુરામાં બાઇકમાં આગ
By GS Team
14 Nov 20261 min read
વડોદરામાં આજે વાહન આગના 2 બનાવો બન્યા હતા. ગોત્રીના વુડા સર્કલ પાસે ચાલુ કારમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી, જોકે ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુભાનપુરાના બાલાજી નગર પાસે પણ બાઈકમાં આગ લાગી હતી. સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં વાહનોમાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવતી હોય છે.
આજે આવી જ રીતે વાહનોમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બન્યા હતા,જેમાં કોઇ જાનહાનિ થવા પામી નથી.પહેલા બનાવમાં ગોત્રીના વુડા સર્કલ પાસે એક કારમાં આગ લાગતાં વાહન ચાલકોમાં નાસભાગ મચી હતી.ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.આવી જ રીતે બીજો એક બનાવ સુભાનપુરાના બાલાજી નગર પાસે બન્યો હતો.જેમાં એક બાઇકમાં આગ લાગતાં સ્થાનિક લોકો મદદે આવ્યા હતા.ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલાં લોકોએ આગ કાબૂમાં લઇ લેતાં ફાયર બ્રિગેડને પરત ફરવું પડયું હતું.