Baroda

જાગનાથ સ્મશાન ગૃહ તરફ જતા માર્ગ પર 15 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના વોર્ડ-12માં જાગનાથ સ્મશાન ગૃહના માર્ગ પર ફરી 15 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભુવો પડતાં રોષ ફેલાયો છે. એક જ વર્ષમાં આ ત્રીજી ઘટના છે. સ્થાનિકોની રજૂઆતો છતાં સમારકામ ન થતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક યોગ્ય સમારકામની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાગનાથ સ્મશાન ગૃહ તરફ જતા માર્ગ પર 15 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો

Vadodara : વડોદરા શહેરના વોર્ડ નંબર-12માં જાગનાથ સ્મશાન ગૃહ તરફ જતા આંતરિક માર્ગ પર ફરી એકવાર મોટો ભુવો પડતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ જ સ્થળે એક વર્ષમાં ત્રીજી વખત ભુવો પડ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ પર આશરે 15 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો છે. આ અંગે અગાઉ બે વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી. બીજી તરફ, આ જ સ્થળે સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ભુવાને કારણે લોકોની અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. એક જ સ્થળે વારંવાર ભુવા પડવા છતાં તંત્ર કોઈ બોધપાઠ લેતું ન હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ સમારકામની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાના આક્ષેપ કર્યા છે. ભુવાને કારણે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ વહેલી તકે ભુવાનું સમારકામ પૂર્ણ કરવાની માગ કરી છે.