Baroda

મોબાઈલ હેક કરીને બેંક ખાતામાંથી ૭૧ હજાર ઉપાડી લીધા

By GS Team
20 Oct 20261 min read
TukuTouch Logo
આજવારોડના સાહિલ મનસુરીનો મોબાઈલ હેક કરી, અજાણ્યા ઠગોએ તેમના બેંક ખાતામાંથી 71,000 રૂપિયા ઉપાડી લીધા. 11/10/2026ના રોજ સિસ્ટમ અપડેટના બહાને ફોન હેક થયો હતો. સાહિલને પૈસા કપાયાના મેસેજ મળતા જ છેતરપિંડીનો ખ્યાલ આવ્યો. આ અંગે પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઈલ હેક કરીને  બેંક ખાતામાંથી ૭૧  હજાર ઉપાડી લીધા

આજવારોડના યુવકનો મોબાઇલ હેક કરીને તેના બેન્ક એકાઉન્ટમાંથી આરોપીઓએ ૭૧ હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે પાણીગેટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આજવા રોડ,મેમણ કોલોની નજીક મિન્હાસ પાર્કમાં રહેતા સાહિલ સલીમભાઇ મનસુરીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તારીખ ૧૧/૧૦/૨૦૨૬ના રોજ સવારે આશરે પોણા ૧૦ વાગ્યે હું નોકરી પર હતો, ત્યારે મારી પત્ની રઝીયાબાનુને ફોન કરવા માટે મેં મારો મોબાઈલ ફોન હાથમાં લીધો હતો. તે સમયે મારો ફોન અચાનક આપોઆપ સિસ્ટમ અપડેટ થવા લાગ્યો અને ઓટોમેટિક ચાલુ થઈ ગયો હતો.
ત્યારબાદ તરત જ મારા મોબાઈલ પર બેંક ખાતામાંથી નાણાં કપાઈ ગયાના મેસેજ આવવા લાગ્યા હતા. અજાણ્યા ઇસમે મારા બેંક ખાતામાંથી કુલ રૃ. ૭૧,૦૦૦ મારી જાણ બહાર ઉપાડી લીધા હતા.