આ વર્ષે શરુ થયેલી અંગ્રેજી માધ્યમની પાંચ નવી સ્કૂલોમાં દસ દિવસમાં ૭૦૦ એડમિશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શાળા પ્રવેશોત્સવના ભાગરુપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવી રહ્યા છે.વર્તમાન શૈક્ષણિક વર્ષથી શિક્ષણ સમિતિ દ્વારા શહેરમાં અંગ્રેજી માધ્યમની પાંચ નવી સ્કૂલો શરુ કરવામાં આવી છે અને તેમાં ૧૦ જ દિવસમાં ૭૦૦ બાળકોએ ધો.૧માં પ્રવેશ મેળવ્યો છે.
સમિતિની અંગ્રેજી માધ્યમની ૬ સ્કૂલો પહેલેથી કાર્યરત છે.નવી પાંચ સ્કૂલો શરુ થવાની સાથે હવે સમિતિની અંગ્રેજી માધ્યમની ૧૧ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦૦ને પાર કરી ગઈ છે.જ્યારે સમિતિની તમામ શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧ સહિત કુલ ૭૫૪૪ વિદ્યાર્થીઓના આ વર્ષે એડમિશન થયા છે.આજે પ્રવેશોત્સવમાં નાયબ મુખ્યમંત્રી હાજર રહયા હતા.તેમની હાજરીમાં અન્ય બાળકોની સાથે સાથે દિવ્યાંગ બાળકોના એડમિશન કરાવાયા હતા.શાસનાધિકારી ડો.વિપુલ ભરતીયાએ શિક્ષણ સમિતિના વિઝન ૨૦૩૦ની જાણકારી આપતા કહ્યું હતું કે, શહેરની તમામ ઈન્ડસ્ટ્રી અને સીએસઆર સંસ્થાઓને સ્કૂલો સાથે જોડવામાં આવશે અને તેના થકી શાળાઓમાં હાઈટેક સુવિધાઓ ઉભી કરાશે.આગામી સમયમાં સમિતિની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫૦૦૦ પર પહોંચાડવાનું લક્ષ્ય છે.તમામ સ્કૂલોને સ્પેસ લેબ, કોડિંગ લેબ સહિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરથી સજજ કરાશે.સમિતિની સ્કૂલોમાં હાલમાં ૮૦ ટકા ક્લાસરુમ સ્માર્ટ રુમમાં ફેરવાયા છે.બે વર્ષમાં તમામ ક્લાસરુમ સ્માર્ટ ક્લાસરુમ બનાવાશે.









