નવી દિલ્હી તરફ જતી 5 ટ્રેનો રદ, બે ટ્રેનો પાંચ કલાક મોડી દોડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway : નવી દિલ્હી રેલવે સ્ટેશન અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન આસપાસ 10 ઓક્ટોબરના રોજ ભારે વાહનવ્યવહારની ભીડ થવાની સંભાવનાને પગલે રેલવે દ્વારા પાંચ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે બે ટ્રેનોને પાંચ કલાક મોડી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
રેલવે દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ટ્રેન નંબર 20155 ડૉ. આંબેડકર નગર–નવી દિલ્હી, 09309 ઇન્દોર–હઝરત નિઝામુદ્દીન, 12415 ઇન્દોર–નવી દિલ્હી, 12247 બાંદ્રા ટર્મિનસ–હઝરત નિઝામુદ્દીન અને 12957 સાબરમતી–નવી દિલ્હી ટ્રેનો 9 ઓક્ટોબરના રોજ ઉપડવાની હતી, પરંતુ તેને રદ કરવામાં આવી છે. બીજી તરફ, ટ્રેન નંબર 12951 મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી અને 12953 મુંબઈ સેન્ટ્રલ–હઝરત નિઝામુદ્દીનને પાંચ કલાક મોડી દોડાવવાનો નિર્ણય લેવાયો છે. મુસાફરોએ મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિની ખાતરી કરી લેવા સલાહ આપવામાં આવી છે.
સમયમાં ફેરફાર કરાયેલી (રિશેડ્યુલ) ટ્રેનો:
* ટ્રેન નંબર 12951 (MMCT - NDLS): મુંબઈ સેન્ટ્રલથી 09-10-2026ના રોજ સાંજે 17:00 વાગ્યે ઉપડતી આ ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતાં 05:00 કલાક મોડી (રિશેડ્યુલ) ઉપડશે.
* ટ્રેન નંબર 12953 (MMCT - NZM): મુંબઈ સેન્ટ્રલથી 09-10-2026ના રોજ સાંજે 17:10 વાગ્યે ઉપડતી આ ટ્રેન પણ પોતાના નિર્ધારિત સમય કરતાં 05:00 કલાક મોડી (રિશેડ્યુલ) ઉપડશે.
સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી ટ્રેનો:
09-10-2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી નીચે મુજબની ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે:
* ટ્રેન નંબર 20155: ડૉ. આંબેડકર નગર (DADN) થી નવી દિલ્હી (NDLS)
* ટ્રેન નંબર 09309: ઇન્દોર (INDB) થી હઝરત નિઝામુદ્દીન (NZM)
* ટ્રેન નંબર 12415: ઇન્દોર (INDB) થી નવી દિલ્હી (NDLS)
* ટ્રેન નંબર 12247: બાંદ્રા ટર્મિનસ (BDTS) થી હઝરત નિઝામુદ્દીન (NZM) * ટ્રેન નંબર 12957: સાબરમતી (SBIB) થી નવી દિલ્હી (NDLS)




