45મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ યોજાઈ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો દબદબો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junior National Kho Kho Championship : વડોદરાના વાઘોડિયા સ્થિત પારૂલ યુનિવર્સિટી ખાતે 21થી 25 નવેમ્બર દરમિયાન 45મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2026-27નું આયોજન કરવામાં આવ્યું હતું. એમેચ્યોર ખો-ખો ફેડરેશન ગુજરાત અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામાં દેશભરની ટીમોએ ભાગ લીધો હતો.
ગર્લ્સ વિભાગમાં મહારાષ્ટ્ર પ્રથમ, ઓડિશા દ્વિતીય, કોલ્હાપુર તૃતીય અને પંજાબ સંયુક્ત તૃતીય ક્રમે રહ્યું હતું. જ્યારે મેન્સ વિભાગમાં કર્ણાટક પ્રથમ, મહારાષ્ટ્ર દ્વિતીય, કેરળ તૃતીય અને કોલ્હાપુર સંયુક્ત તૃતીય ક્રમે રહ્યું હતું.
વ્યક્તિગત પુરસ્કારમાં મેન્સમાં કર્ણાટકના ઇબ્રાહીમને વીર અભિમન્યુ એવોર્ડ અને ગર્લ્સમાં મહારાષ્ટ્રની ધનશ્રી કનકને જાનકી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.




