તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે 3 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે : એકતાનગર અને પ્રતાપનગરથી વિશેષ ભાડા સાથે ટ્રેનો ચલાવવાનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railways : મુસાફરોની વધતી સંખ્યા અને મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા એકતાનગરથી પાર્વતીપુરમ, એકતાનગરથી રાયપુર તથા પ્રતાપનગરથી સંત્રાગાછી વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોના સંચાલનથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને સુવિધા મળશે.
એકતાનગર–પાર્વતીપુરમ સ્પેશિયલ 1 નવેમ્બર, રવિવારે રાત્રે 11:30 વાગ્યે એકતાનગરથી ઉપડશે અને 3 નવેમ્બર, મંગળવારે સાંજે 5 વાગ્યે પાર્વતીપુરમ પહોંચશે. જ્યારે પાર્વતીપુરમ–એકતાનગર સ્પેશિયલ 28 ઓક્ટોબર, બુધવારે બપોરે 3 વાગ્યે પાર્વતીપુરમથી ઉપડશે અને 30 ઓક્ટોબર, શુક્રવારે સવારે 10 વાગ્યે એકતાનગર પહોંચશે.
પ્રતાપનગર–સંત્રાગાછી સ્પેશિયલ 2 નવેમ્બર, સોમવારે સવારે 7:35 વાગ્યે પ્રતાપનગરથી ઉપડશે અને 3 નવેમ્બર, મંગળવારે સાંજે 6:20 વાગ્યે સંત્રાગાછી પહોંચશે. બીજી તરફ, સંત્રાગાછી–પ્રતાપનગર સ્પેશિયલ 28 ઓક્ટોબર, બુધવારે રાત્રે 12:15 વાગ્યે સંત્રાગાછીથી ઉપડશે અને 29 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 12:15 વાગ્યે પ્રતાપનગર પહોંચશે.
એકતાનગર–રાયપુર સ્પેશિયલ 1 નવેમ્બર, રવિવારે બપોરે 12:30 વાગ્યે એકતાનગરથી ઉપડશે અને બીજા દિવસે સોમવારે બપોરે 1 વાગ્યે રાયપુર પહોંચશે. જ્યારે રાયપુર–એકતાનગર સ્પેશિયલ 28 ઓક્ટોબર, બુધવારે રાત્રે 11 વાગ્યે રાયપુરથી ઉપડશે અને બીજા દિવસે ગુરુવારે રાત્રે 11:50 વાગ્યે એકતાનગર પહોંચશે.




