Baroda

ઘી, પનીર, બિરયાની સહિતના ૧૯ નમૂના લેબ પરીક્ષણમાં ફેલ

By GS Team
26 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં મ્યુનિ. કોર્પોરેશનની ખોરાકશાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લીધા હતા. લેબોરેટરીના રિપોર્ટમાં કુલ 19 નમૂના ફેલ જાહેર થયા છે. અનાયા નેચરલ ઓઈલ્સ, તાજ ડેરી, શ્રી રામ દુગ્ધાલય સહિત 19 એકમો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. આ એકમોમાંથી સીંગતેલ, ઘી, પનીર, ચટણી, બિરયાની જેવા ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘી, પનીર, બિરયાની સહિતના ૧૯ નમૂના લેબ પરીક્ષણમાં ફેલ

મ્યુનિ.કોર્પોરેશનની ખોરાકશાખાની જુદી જુદી ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો ખાતેથી ખાદ્યપદાર્થોના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. લેબના રિપોર્ટમાં કુલ ૧૯ નમૂના ફેલ જાહેર થતા કોર્પોરેશને સંબંધિત સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

એકમનું નામ અને સરનામું - ખાદ્ય પદાર્થ

૧) અનાયા નેચરલ ઓઈલ્સ(સમા-સાવલી રોડ) - સીંગતેલ (લૂઝ)

૨) તાજ ડેરી (સરદાર એસ્ટેટ)- ઘી (લૂઝ)

૩) શ્રી રામ દુગ્ધાલય (માંજલપુર ગામ) - ઘી (લૂઝ)

૪) અખર ડેરી ફાર્મ (મકરપુરા રોડ) - ઘી (લૂઝ)

૫) તાજવાલા ડેરી (સરદાર એસ્ટેટ) -ઘી (લૂઝ)

૬) ગૌરવ પ્રો.સ્ટોર (છાણી કેનાલ રોડ)- તુવેરદાળ (લૂઝ)

૭) અમેઈરા ઓર્ગેનિક (મકરપુરા) - સિંગતેલ (લૂઝ)

૮) તડકા પંજાબ કા (તાંદળજા) - પનીર (પ્રિપેર્ડ ફૂડ)

૯)  અસૌરા પ્રો. સ્ટોર (ગોત્રી રોડ) - ગોળ (લૂઝ)

૧૦) શ્રીજી ડેરી ફાર્મ એન્ડ સ્વીટ ફરસાણ (માણેજા ક્રોસિંગ) - ઘી (લૂઝ)

૧૧) શાશ્વત એન્ટરપ્રાઈઝ (સમા-સાવલી રોડ) - પનીર (પ્રિપેર્ડ ફૂડ)

૧૨) શ્રી કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ (કારેલીબાગ) - પનીર (લૂઝ)

૧૩) લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ ( તરસાલી રોડ) - ચટણી (લૂઝ)

૧૪) હૈદરાબાદીસ (ફતેગંજ) - ચિકન બીરયાની (પ્રિપેર્ડ ફૂડ)

૧૫)  હૈદરાબાદીસ (ફતેગંજ) - વેજ  બીરયાની (પ્રિપેર્ડ ફૂડ)

૧૬) અંબે એન્ટરપ્રાઈઝ (નિઝામપુરા) - શ્રી અનમોલ રતન ઘી (પાઉચ)

૧૭) શ્રી મોઢેશ્વરી મસાલા ભંડાર (ફતેપુરા) - અથાણા સંભાર (લૂઝ)

૧૮) શ્રીજી પ્રોવિઝન સ્ટોર (ગોત્રી રોડ) - ગોળ (લૂઝ)

૧૯) નટ્સ એન્ડ ડિલાઈટ્સ (આજવારોડ) - વિલેજ કાઉ ઘી ( બોટલ)