Get The App

મહિલા તલાટી પાસે બીભત્સ માંગણી કરનાર વડગામ ટીડીઓની આખરે ધરપકડ

- દશેક દિવસ અગાઉ મામલો સામે આવ્યો હતો

- જિલ્લા પંચાયત પ્રમુખે ટીડીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરીઃ પજવણી મુદ્દો ચર્ચાનો એરણે

Updated: Apr 8th, 2020

GS TEAM

Google News
Google News
મહિલા તલાટી પાસે બીભત્સ માંગણી કરનાર વડગામ ટીડીઓની આખરે ધરપકડ 1 - image

પાલનપુર તા.08 એપ્રિલ 2020, બુધવાર

મહિલા તલાટી પાસે વોટ્સએપ મેસુજ મરી ને બિભત્સ માગણી કરવાને લઇ વિવાદમાં સપડાયેલ વડગામ તાલુકા પંચાયતના ટીડીઓ એ એચ પરમાર સામે હિલા તલાટી એ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ટીડીઓની ધરપકડ કરીને તેમને કસ્ટડીને હવાલે કર્યો છે. 

વડગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અમરતલાલ એચ પરમાર વિરૃધ્ધ દશેક દિવસ અગાઉ તાલુકાની એક ગ્રામ પંચાયતની મહિલા તલાટીએ તેની પાસે મોબાઇલના વોટ્સએપ પર તું ગમે છે તેવી બીભત્સ માંગણી કરી તેમને તેમનો પગાર કાપી નાખવાની ધમકી આપતા મહિલા તલાટીએ ટીડીઓ વિરૃધ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ ટીડીઓ લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા. જોકે વડગામ ટીડીઓની મનમાની અને મહિલા તલાટીઓની કનડગત કરાતી હોવાની રાડ ફરિયાદો ઉઠી હતી જે વચ્ચે ટીડીઓ એ વોટ્સએપ પર મહિલા તલાટી પાસે બીભત્સ માગણી કરતા મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો. જેને લઇ વડગામ પોલીસે ટીડીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહિલા તલાટીની પજવણી કરવાનો મુદ્દો ચર્ચાની એરણે ચડતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પીનાબેન ઠાકોરે પણ વડગામ ટીડીઓ ની ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઇએ પણ વિડિયો કોંફરન્સથી મહિલા તલાટી સાથે વાત કરીને ઘટના અંગે રાજ્ય સરકારને અહેવાલ સુપરત કર્યો હતો. 

પોલીસ ફરિયાદ થતા જ ટીડીઓ રજા ઉપર ઉતરી ગયા હતા

વડગામ તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર વિરૃધ્ધ એક મહિલા તલાટીએ ૩૦ માર્ચના રોજ વડગામ પોલીસ મથકે મોબાઇલ વોટ્સએપ પર બિભત્સ માંગણી કરવા તેમજ પગાર કાપી નાખવા ની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધવતા ટીડીઓ પોલીસ પકડ થી બચવા માટે દશ દિવસની લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા. 

સમગ્ર મુદ્દો શું હતો?

વડગામના ટીડીઓ અમૃતલાલ મહિલા તલાટીઓને શંકાસ્પદ નજરે થી જોતો અને વારંવાર વોટ્સએપ પર મેસેજ કરી ડિલીટ કરી દેતો હતો. અને એક સાથે વધારે મેસેજ કરી યુવા મહિલા તલાટી નજીક જવાનો પ્રયાસ કરતો હતો.

Tags :