રાજસ્થાનમાં ફસાયેલા બે સાધુઓને બસ દ્વારા ભીલડી લવાયા
- માત્ર બે સાધુ સાથેની બસ 100 કિલોમીટર દૂર આવી
અમીરગઢ,તા.29 એપ્રિલ 2020, બુધવાર
લોકડાઉનના કારણે ફસાયેલા અનેક પરપ્રાંતીય સહિત ગુજરાતી લોકોને તેમના વતન મુકવા માટે સરકારે વ્યવસ્થા કરી છે. જેમાં આજે રાજસ્થાનમાં ફસાયેલા અને અમીરગઢ બોર્ડર પર આવેલ ફક્ત બે સાધુઓને તેમના વતન ભીલડી મુકવા માટે બસની વ્યવસ્થા કરાઈ હતી.
લોકડાઉનમાં અન્ય રાજ્યોમાંથી આવેલા અનેક પ્રાંતીય લોકો ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં ધંધાર્થે ગયેલા અનેક ગુજરાતી લોકો ફસાયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાત સરકાર અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને ગુજરાતમાં પોતાના વતન પહોંચાડવાની તેમજ ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયલોકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. જે દરમિયાન બનાસકાંઠાના ભીલડી ગામના બે સાધુઓ મહાત્માો લોકડાઉન થતા જ રાજસ્થાનમાં ફસાઈ ગયા હતા. જેઓ આજે અમીરગઢ બોર્ડર પર પહોંચતા ગુજરાત સરકારે એક બસમાં માત્ર બે જ સાધુઓને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી. એક બસની અંદર માત્ર બે સાધુઓને બેસાડી અમીરગઢથી ૧૦૦ કિલોમીટર દૂર ભીલડી મોકલવા માટેની વ્યવસ્થા કરી હતી.