કાકવાડા શાળાના શિક્ષકની બદલી કરાતાં ગામલોકોએ તાળાબંધીની ચીમકી આપી
- દોઢ વર્ષ અગાઉ વહિવટી બ દલી કરાઈ હતી જેથી મૂળ શાખામાં પરત જવાનો ઓર્ડર થયો
અમીરગઢ,તા. 28
જાન્યુઆરી, 2020, મંગળવાર
અમીરગઢ તાલુકાના કાકવાડા પ્રાતમિક શાળાના શિક્ષકની
બદલી તાલુકાની અન્ય શાળામાં થતા શિક્ષકની કાર્યશૈલીથી પ્રફુલ્લીત થયેલા વાલીઓે
કર્તવ્ય પારાયણ શિક્ષકની બદલી રોકાવવા માટે શાળામાં ધસી આવી વિરોધ દર્શાવ્યો હતો.
અમીરગઢ તાલુકાના કાકાવાડા ગામની શાળામાં ફરજ બજાવતા
મહેન્દ્રસિંહ ડાભીની બદલીનો ઓર્ડર આવતા શિક્ષકની શાળા પ્રત્યેની નિખાલસ સેવાથી
પ્રભાવિત ગામલોકોએ આ શિક્ષકને કાકવાડા શાળામાં જ રાખવા માટે તંત્રને રજૂઆત કરવા
માટે શાળાના સમયે ભેગા થયા હતા. કાકવાડા શાળામાં ફરજ બજાવતા દોઢ વર્ષ અગાઉ ખારી
શાળામાંથી કાકવાડા શાળામાં વહિવટી બદલી કરી મોકલેલ હતા. પરંતુ હવે આ કર્મશીલ
શિક્ષકને મૂળ શાળામાં પરત જવાનો ઓર્ડર કરતા કાકવાડાના વાલીઓ અને વિદ્યાર્થીએ ઉગ્ર
વિરોધ કર્યો હતો. કાકવાડામાં ફરજ બજાવી રહેલ ડાભીની શિક્ષણ પ્રત્યેની કર્તવ્ય
પરાયણતાથ ખુશ થનાર ગામલોકોને તેઓની બદલીના સમાચાર મળતા તેઓએ દુઃખ વ્યક્ત કરી
ગામમાં મિટીંગ કરી શાળામાં દોડી આવ્યા હતા અને બદલી રોકાવવા માટે શાળામાં તાળાબંધી
કરવા માટે દોડી આવ્યા હતા. સમજાવટ બાદ તેઓએ તાળાબંધીનો કાર્યક્રમ મોકૂફ રાખી
તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવાનું નક્કી કરેલ હતું પરંતુ રજૂઆત બાદ
તંત્ર બદલી નહી રોકે તો શાળાને તાળાબંધી કરી બાળકોને શાળામાં ના મોકલવાનો આકરો
નિર્ણય લેવાયો હતો.