Gujarat

42 હજાર યુરિયા ખાતરની બોરીનો જથ્થો ઉતરાયો

By GS Team
6 Jan 20201 min read
This article was originally published on 6 Jan 2020
42 હજાર યુરિયા ખાતરની બોરીનો જથ્થો ઉતરાયો

ડીસા તા. 05 જાન્યુઆરી 2020, રવિવાર

રાજ્યામાં બનાસકાંઠા જિલ્લામાં યુરિયાની અછતને લઇને ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. પરંતુ વહેલી સવારે ડીસા રેલવે સ્ટેશન પર ૪૨ હજાર જેટલી યુરિયાની બોરીનો જથ્થો ઉતરી જતા હવે યુરિયા ખાતરની તંગી દુર થશે.

બનાસકાંઠા જિલ્લા અનેક તાલુકાઓમાં યુરિયાની અછત હતી. ન માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઇનો છે. યુરિયાની તંગી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે બનાસકાંઠા જિલ્લામાં ડીસા રેલવે સ્ટેશન પર ૪૨૦૦૦ યુરિયા ખાતરનો જથ્થો ઉતર્યો છે. કુલ ૧૯ હજાર મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાં આવતા હવે યુરિયાની તંગી દુર થશે. ત્યોર વહેલી સવારે રેલવે ટ્રેક પર યુરિયા ખાતરનો જથ્થો ઉતારી તે તાલુકા મથકે પોહચે તે માટે લોડીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૧૦ જેટલી ખેતીવાડી વિભાગની ટીમો સાથે મળી દરેક તાલુકા મથક સુધી યુરિયા ખાતર પોહચે તે માટે કામગીરી કરી હતી. આટલા મોટા પ્રમાણમાં જ્યારે યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લા માટે આવ્યું છે. ત્યારે જિલ્લામાં યુરિયા ખાતરની તંગી દુર થશે. તેવો ખેડૂતોમાં ખાશાવાદ સેવાયો હતો.