દાંતીવાડામાં મર્ડર કેસના આરોપીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો
- બનાસકાંઠામાં કોરોના પોઝેટીવના વધુ ૩ કેસ નોંધાયા
- ડીસાની મહિલા અને સરદારપુરાનો વૃધ્ધ કોરોનાથી સંક્રમિત બન્યા,જિલ્લામાં કોરોના સંક્રમીતોનો આંક ૧૦૪ પર પહોંચતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો
પાલનપુર તા. 26 મે 2020,
મંગળવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનું સક્રમણ એક બાદ
એક લોકોને પોતાની ઝપેટમાં લઇ રહ્યું છે. જે વચ્ચે મંગળવારના રોજ ડીસા તાલુકામાં બે
અને દાંતીવાડામાં એક મળીને ત્રણ નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમિતનો આંક
૧૦૪ પર પહોંચી જતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
કોરોના પ્રભાવિત બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદ, સુરત
અને મુંબઇ કનેક્શન ને લઇ બે માસના ટુંકાગાળામાં કોરોના પોઝેટીવના ૧૦૪ કેસ નોંધાયા
છે. જેમા અગાઉ કોરોનામાં સપડાયેલ ૭૮ લોકો સારવારના અંતે સ્વસ્થ થઇને રજા મેળવી
ચુક્યા છે. જ્યારે કોરોનાની સાથે અન્ય બીમારી ધરાવતા દર્દીના મોત નિપજ્યા છે જે
બાદ કોરોના પોઝેટીવના નવા કેસોમાં ઘટાડો થતા લોકોમાં રાહત ફેલાઇ હતી. જે વચ્ચે
આરોગ્ય વિભાગ દ્વારા ૧૪૩ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એક સાથે ત્રણ
પોઝેટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ કોરોના સંક્રમિતમાં
ડીસા શહેરની ૩૧ વર્ષીય મહિલા સંતોષબેન ધીરુભાઇ જડીયા અને ડીસા તાલુકાના સદરપુર
ગામના ૬૧ વર્ષીય વૃધ્ધ શંકરભાઇ હીરાભાઇ પરમાર તેમજ દાંતીવાડામાં અગાઉ પોલીસ મથકે
નોંધાયેલ મર્ડર કેસના આરોપી પ્રવીણ મગનલાલ દેવીપુજકનો રીપોર્ટ કોરોના પોઝેટીવ
આવવાની સાથે જિલ્લામાં કોરોનાએ ફરિ દેખા દેતા કોરોના પોઝેટીવનો આંક ૧૦૪ પર પહોંચી
જતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ડીસા તેમજ દાંતીવાડાના કોરોના સંક્રમિત દર્દીઓ
સંતોષબેન ધીરૃભાઇ જડીયા ઉ.વ.૩૧ રહે.ડીસા
શંકરભાઇ હીરાભાઇ પરમાર ઉ.વ.૬૧ રહે.સદરપુર, ડીસા
પ્રવીણ મગનલાલ દેવીપુજક ઉ.વ.૨૩ રહે.દાંતીવાડા