થરાદના જેતડા પ્રા.આરોગ્ય કેન્દ્રનો લેબ ટેકનીશીયન ખાનગી પેક્ટિસ કરતા ઝડપાયો
- ત્રણ માસમાં ખાનગી પ્રેકટીશના ૧૦ કેસ
- પિતરાઇ ભાઇની લેબોરેટરીમાં પેકટીસ કરવાની સાથે સરકારી દવા સપ્લાય કરાતી હતી
પાલનપુર તા. 19 જાન્યુઆરી, 2020, રવિવાર
બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા તબીબો અને
કર્મચારીઓને જાણે પ્રાઇવેટ પેકટીસ કરવાની લત લાગી હોય તેમ જિલ્લા આરોગ્ય અધિકારીના
દરોડા માં એક બાદ એક સરકારી તબીબો સહિતના કર્મચારીઓ ખાનગી પેક્ટીસ કરતા ઝડપાઇ
રહ્યા છે. જે વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારીના સરપ્રાઇઝ ચેકીંગમાં થરાદ તાલુકાના
જેતડા ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો લેબોરેટરી ટેકનીશન ખાનગી લેબોરેટરીમાં
પેક્ટીસ કરતો જડપાઇ જતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
થરાદ તાલુકાના જેતડા પી.એસ.સી.માં ફરજ બજાવતો લેબ ટેકનીશન
ખાનગી લેબોરેટીમાં દવાનો જથ્થો પુરો પાડતો હોય તેમજ પેક્ટીસ કરતો હોવાથી બાતમીના
આધારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનિષ ફેન્સી દ્વારા તેમની ટીમ સાથે જેતડાની શિવમ
નામની ખાનગી લેબોરેટરીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. જેમાં લેબોરેટરીમાંથી
સરકારી દવાનો જથ્થો મળી આવતા લેબોરેટરીમાં માલિકનું નિવેદન લેવામાં આવ્યુ હતું.
જેમાં જેતડા પી.એસ.સી.નો બેલ ટેકનીશન મનસુખ પંડયા અહીંયા પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતો
હોવાનું જાણવા મળતા અહીંથી સરકારી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને લેબ ટેકનીશન
વિરૃદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ ખાનગી પેક્ટીસનો મોહ રાખતા સરકારી
તબીબો સહિત આરોગ્ય કર્મીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
પીએચસીની દવાઓ લેબોરેટરીમાં વાપરતો હતો
જેતડા પ્રા.આરોગ્ય કેન્દ્રનો લેબ ટેકનીશન મનશુખ પડયાં તેના
પિતરાઇ ભાઇની શિવમ લેબોરેટરીમાં પ્રાઇવેટ પેક્ટીસ કરતો હતો. અને પીએચસી માં આવતી
લેબોરેટરીની સરકારી દવાઓ ખાનગી લેબોરેટરીમાં વાપરતો હોવાનું લેબોરેટરીના માલિકે
તેના નિવેદનમાં જણાવ્યું હતું.
ત્રણ મહિનામાં પ્રાઇવેટ પેકટીસ ના દશ કેસ કરાયા
બનાસકાંઠા જિલ્લામાં સરકારી કેટલાક તબીબો, લેબ ટેકનીશન
સહિતનો આરોગ્ય સ્ટાફ ખાનગી પેકટીસમાં રચ્યો પચ્યો રહેતો હોઇ જિલ્લામાં આરોગ્ય ની
સેવા કથળી હતી જેને લઇ ત્રણ માસ અગાઉ નિમણુંક પામેલ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ
ફેન્સી દ્વારા જિલ્લામાં આરોગ્યની સેવા ને વેગવંતી બનાવવા માટે વિવિધ આરોગ્ય
કેન્દ્રોમાં સર પ્રાઇઝ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા ત્રણ માસમાં
ટુંકા ગાળામાં વિવિધ જગ્યાએ પ્રાઈવેટ પેકટીસના દશ કેશો કરવામાં આવ્યા છે.