બનાસકાંઠામાં 11 ચેકપોસ્ટો બંધ કરાતા દારૃની હેરાફેરી વધી
- એક આરોપીની ધરપકડઃબે ફરાર
- રાજસ્થાનમાંથી ૨૩.૫૮ લાખનો વિદેશી દારૃ ભરેલું આઈશર સિદ્ધપુર પાસે પકડાયું
પાલનપુર તા. 1 જાન્યુઆરી 2020,
બુધવાર
નવા વર્ષથી ઉજવણી કરવા માટે યુવાનોમાં મોટો થનગનાટ
જોવા મળ્યો છે. કેટલાક લોકોતો થર્ટી ફસ્ટની ઉજવણી એટલે દારૃની મહેફિલ સમજતા હોય
છે. જેને લઇ રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં થઇને મોટી માત્રામાં વિદેશી દારૃની
હેરાફેરી થતી હોય છે. આવી મહિલાઓને રોકવા પોલીસ સતર્ક બની હતી. પરંતુ તેમ છતાં
બુટલેગરો યેનકેન પ્રકારે રાજસ્થાનમાંથી ૨૩.૫૮ લાખનો વિદેશી દારૃ ભરેલ આઇસરને
રાજસ્થાન માંથી બનાસકાંઠા થઇને પસાર કર્યો હતો. પરંતુ સિધ્ધપુર પાસે આ વિદેશી દારૃ
ઝડપાઇ ગયો હતો. અને બુટલેગરો મુશ્કેલીમાં મુકાયા હતા.
છેલ્લા ૧૧ દિસમાં પાટણ બનાસકાંઠા માંથી ૫૭ લાખ
રૃપિયાનો વિદેશી દારૃ ઝડપાઇ ગયો છે. ક્યાંક દુધના કન્ટેનરમાં તો કયાંક પ્રાઈવેટ
ગાડીમાં સંતાડીને દારૃની બોટલો પાટણ-બનાસકાંઠામાં થઇ ઉત્તર ગુજરાતમાં વિવિધ સ્થાનો
પર પહોંચાડાય છે. જેને લઇ આઇ.જી.સુભાષ ત્રિવેદીએ બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના
એસપીને સુચના આપી આ અંગે કડક કાર્યવાહી કરવા બંદોબસ્ત ગોઠવ્યો હતો. રાજ્ય સરકારે
તમામ ચેકપોસ્ટો બંધ કરતા બુટલેગરોને રાજસ્થાનમાંથી વિદેશી દારૃની ફેરાફેરી કરવા
માટે મોકળું મેદાન મળ્યું છે. ત્યારે ડીસામાંથી દસ દિવસ અગાઉ દુધ વાહક ટેન્કરમાંથી
૩૩.૩૫ લાખનો વિદેશી દારૃ ઝડપી પાડયો હતો. તો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે સિધ્ધપુર
માંથી ૨૩.૫૮ લાખનો વિદેશી દારૃ તો ઉંઝામાંથી ૧૪૬ બોટલ વિદેશી દારૃ ઝડપાયો છે.
થર્ટી ફર્સ્ટ વધાવવા હોટલો, ફાર્મહાઉસ, પાર્ટીપ્લોટોમાં મહેફિલ થતી
હોય છે. પરંતુ આ વર્ષે પોલીસનું સઘન ચેકીગને લઇને દારૃના રસિયાઓમાં ફફડાટ ફેલાયો
હતો.