વિશ્વેશ્વરના પ્રાચીન મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટયું
- પવિત્ર શ્રાવણ માસ દરમિયાન
- બનાસ નદીમાં સ્નાન કરી પૂજા-અર્ચના કરતાં અરવલ્લીની ગિરિમાળાઓમાં શિવનાદ ગુંજ્યો

અમીરગઢ, તા. 25, 2019, રવિવાર
અમીરગઢમાં પવિત્ર તપોભૂમિ પર બિરાજમાન આસ્થાના કેન્દ્ર બિંદુ
વિશ્વેશ્વર મહાદેવના રમણીય અને પૌરાણિક મંદિરમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં
ભક્તો ઉમટી પડે છે. જ્યારે જન્માષ્ટમીના દિવસે આજ સુધીનો રેકોર્ડ તોડતી પબ્લિક
ઉમટી પડતા ચાર કિલોમીટર સુધી વાહનોની કતારો લાગતા તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયેલ
છે.
અમીરગઢ તાલુકાના તાબા તળે આવેલા ઈકબાલગઢ પાંચ કિમી. દૂર
પાંડવોના વનવાસકાળ દરમિયાન તેઓના દ્વારા સ્થાપના કરાયેલ પૌરાણિક અને ચમત્કારિક
વિશ્વેશ્વર મહાદેવના પવિત્ર ધામે ભક્તોનું કિડિયારું ઉભરાતા ચાર કિમી. સુધી
વાહનોની કતારો લાગેલ છે. પવિત્ર શ્રાવણ માસમાં અમીરગઢની ભૂમિ પર બિરાજમાન
વિશ્વેશ્વર તથા કેદારનાથ મહાદેવના મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
જ્યારે શ્રાવણ માસ અને જન્માષ્ટમીની જાહેર રજા હોવાથી વિશ્વેશ્વર મહાદેવના
મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતાં મંદિરના પટાંગણ સહિત વિશાળ કદ ધરાવનાર બનાસ
નદીનો પટ પણ નાનો ભાસી રહ્યો છે.
બનાસ નદીમાં પાણી પુરતા પ્રમાણમાં વહેતું હોવાથી લોકો નદીમાં
સ્નાન કર્યા બાદ મંદિરમાં પૂજા-અર્ચના કરતાં ઓમ નમ શિવાયના શિવનાદથી અરવલ્લીની
ગિરિકંદરાઓ સહિત બનાસકાંઠાનું વહેતું પાણી પણ કલરવ કરતાં ગુંજી ઉઠયું છે. ભક્તોનું
કિડિયારું એટલી હદે ઉભરાયું છે કે બનાસ નદીના માત્ર ને માત્ર કાળા માથાઓ જ દેખાય
છે. નજેનું પાણી પણ આવા ભક્તોની ભક્તિથી ઝાંખુ પડી જાય છે. અંદાજે આજે પચાસ
હજાર ભક્તો આવ્યાના અનુમાનો કરાઈ રહ્યા
છે. ઈકબાલગઢથી વિશ્વેશ્વર સુધી વાહનો જવા માટે રસ્તો ન હોવાથી લાંબી કતારો લાગેલ
છે. લોકો બાલુન્દ્રા જતા રસ્ત ાપરના પુલ પર વાહનો પાર્કિંગ કરતાં પુલનો રસ્તો પણ
એકમાર્ગીય બની ગયેલ છે. ચાર કિલોમીટર સુધી પગપાળા ચાલી લોકો વિશ્વેશ્વર ધામે
પહોંચી રહ્યા છે. કોઈ અનિચ્છનિય બનાવ ભીડમાં ન બને તે માટે પુરતા પ્રમાણમાં પોલીસ
બંદોબસ્ત પણ ગોઠવાયેલ છે.
દર્શન કર્યા બાદ પરત ફરતા દર્શનાર્થીઓને જવા માટે રસ્તો ન મળતા
મુસીબતોનો સામનો કરી પોતાના સાધન સુધી પહોંચી રહ્યા છે. આટલા બધા ભક્તો પ્રથમવાર
જોવા મળતા રેકોર્ડ નોંધાયેલ ચે. મંદિરના પટાંગણમાં દુકાનોના માલસામાન પણ ખુટી
ગયાના વાવડ મળી રહ્યા છે. ખરેખર આ ઐતિહાસિક મંદિરને યાત્રાધામ પર્યટકનો દરજ્જો
આપવો જોઈએ.

