સમગ્ર ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો,મહેસાણામાં 14 ડીગ્રી
- કોલ્ડવેવ અસર બાદ ઠંડી ઘટી
- આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ નીચે સરકશે,હવામાન વિભાગની આગાહી
ડીસા, તા. 1 જાન્યુઆરી 2020, બુધવાર
ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે ઉત્તર
ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. જેને લઈ ગુજરાતમાં પણ
જોરદાર કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં
વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના
જણાવ્યાનુસાર ડીસામાં ૧૦.૦ ૬ ડિગ્રી, પાલનપુરમાં ૧.૦૪ ડિગ્રી, વાવમાં
૧૩.૦ ડિગ્રી,
થરાદમાં ૧૩.૦ ડિગ્રી, ભાભરમાં ૧૪.૦ ડિગ્રી, અમીરગઢમાં
૧૩.૦ ડિગ્રી,
અંબાજીમાં ૧૨.૦ ડિગ્રી, આબુરોડ ૧૩.૦ ડિગ્રી, ઈડરમાં
૧૪.૦ ડિગ્રી,
મહેસાણામાં ૧૪.૦ ડિગ્રી, ઊંઝામાં ૧૪.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં
૧૪.૦ ડિગ્રી,
પાટણમાં ૧૪.૦ ડિગ્રી, મોડાસામાં ૧૫.૦ ડિગ્રી, હિંમતનગરમાં
૧૫.૦ ડિગ્રી,
ખેડબ્રહ્મામાં ૧૪.૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું
હતું.
જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું હતું. ઉત્તર ગુજરાત
સહિત બનાસકાંઠામાં સમગ્ર દિવસ દરમયાન જોરદાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો અને
ડીસામાં પારો ૧૦.૬ સુધી રહ્યો હતો. જ્યારે હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮
કલાક દરમિયાન મોટાભાગે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને ઠંડી અકબંધ રહી
શકે છે. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે.
હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેક્શન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે
લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને
લોકો સજ્જ છે. જોકે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. સમગ્ર ઉત્તર ભારત કાતિલ
ઠંડીના સકંજામાં આવેલું છે. વહેલી સવારમાં બાગ, બગીચા હવે હાઉસફુલ
નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના
મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરે ધીરે ઠંડી
પોતાની અસર દેખાડતી જઈ રહી છે. ત્યારે
આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે.