Get The App

બલોધણ ગામે રેન્જ આઇજી ભુજની ટીમ ત્રાટકી,12 જુગારી ઝડપાયા

- ભાભર સ્થાનિક પોલીસ ઊંઘતી રહી

- રોકડ 48 હજાર, 11 મોબાઇલ, કાર સહિત રૃ. 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Jun 3rd, 2020

GS TEAM

Google News
Google News
બલોધણ ગામે રેન્જ આઇજી ભુજની ટીમ ત્રાટકી,12 જુગારી ઝડપાયા 1 - image

ભાભર તા. 2 જુન 2020, મંગળવાર

ભાભર તાલુકાના બલોધણ ગામે જુગારધામ ઉપર સાઇબર ક્રાઇમ રેન્જ આઇજી ભુજની ટીમ ત્રાટકી હતી. રૃ.૫.૭૨ લાખનો મુદ્દામાલ સાથે ૧૨ આરોપીઓને ઝડપી લેવામાં ૫ોલીસને સફળતા મળી હતી. આરોપીઓ જ્યારે નાસી જવામાં સફળ થયા હતા. તેમજ નામી બુકી મજીદ રાધનપુર સહિત બાર જુગારીયાઓ તેમજ ૪૮ હજાર રોકડા,૧૧ મોબાઇલ, એક કાર સહિત ૫.૭૨લાખનો મુદ્દામાલ ઝડપી જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

બાતમી આધારે સરહદી ભુજ રેન્જ આઇ જી સુભાષ ત્રિવેદીની સુચનાથી સાઇબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજ ટીમે બલોધર ગામની સીમમાં કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતું હતું. ત્યાં અચાનક ત્રાટકતાં ધાણીપાસનો હારજીતનો જુગાર રમતા બાર જુગારીયાઓને ઝડપી પાડયા હતા. તેમજ પાંચ જુગારીઆઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. બલોધણ જુગારધામ ઉપર સરહદી રેન્જ ભુજ ટીમે સફળ રેડ પાડી હોવાની જાણ ભાભરમાં થતા જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે જુગારધામ ઉપરથી રૃપિયા ૪૮ હજાર રોકડા ૧૧ નંગ મોબાઇલ કિંમત રૃ.૨૪૦૦૦ પાંચ લાખની લકઝરીર્સ કાર સાથે કુલ ૫.૭૨લાખનો મુદામાલ કબજે કરી ફકિર મોહમ્મદ નુર મોહમ્મદ શેખ ,રહે.રાધનપુર,મેહુલ બાબુલાલ ઠક્કર ,રહે.દિયોદર,કરશન ગણેશભાઇ પટેલ ,રહે.મીઠી પાલડી,અશોક રણછોડભાઇ ડોડીયા ,રહે.દિયોદર,રણજીત ગોવિંદભાઇ ડોડીયા ર,હે.દિયોદર,અબ્દુલ મજીદ રહેમાન, રહે.રાધનપુર,ચકુભા બચુભા રાઠોડ, રહે.ભાભર,વિષણુભા બલુભા રાઠોડ ,રહે. ભાભર,નવીન દલાભાઇ માળી ,રહે. બાલોધણ,યોગેશ વખતરામ વ્યાસ ,રહે.દિયોદર,પ્રહલાદ રામચંદજી ઠાકોર, રહે.અબાસણા,સુરાજી ચાદાજી ઠાકોર રહે.બલોધણ તમામ જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા ૧૨ આરોપીને કસ્ટડીમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે પ્રેમાજી રાજીજી ઠાકોર રહે.બલોધણ,આશુ ઠાકોર રહે.બલોધણ,ઇમરાન અબ્દુલ શેખ રહે.રાધનપુર,સુનીલ હસમુખભાઇ ઠાકોર,ધનાજી ભદેવજી માળી રહે.બલોધણફરાર આરોપીને ઝડપી પાડવા ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચેખલા-શમણવા માર્ગ પરના ખેતરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

પોલીસમાં નોંધાવ્યા મુજબ  ઈસમો ગોળ કુંડાળુ કરી હારજીતનો ગંજીપાના વડે પૈસાથી જુગાર રમતા હતા. પોલીસને જોઈ પત્તા ફેંકી નાસવા જતા પાંચ ઈસમોને પકડી પાડયા હતા. જેમાં સનેષ ચંદુલાલ રહે. જાતે લોધા, રહે. સમણવા, તા. કાંકરેજ, વિપુ રમેશભાઈ જાતે લોધા, રહે. સમણવા, તા. કાંકરેજ, ચંદુજી વિરચંદજી ઠાકોર, રહે. વડા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા, દિનેશજી નારસંગજી, જાતે ઠાકોર, રહે. ચેખલા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા, દશરથજી રમાજી જાતે ઠાકોર, રહે. ચેખલા, જિ. બનાસકાંઠાવાળા ઈસમોને પકડી આમ પકડાયેલ ઈસમોની અંગઝડતીમાંથી તેમજ દાવના પટ ઉપરથી ગંજીપાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૃા. ૧૦,૭૦૦ તથા કુલ મોબાઈલ નંગ ૩ ની કિંમત રૃા. ૩૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિં. રૃા. ૧૩,૭૦૦ ના મુદ્દામાલ સાથે હારજીતનો જુગાર રમી રમાડતા પરડાઈ ગયેલ હોઈ તેમજ પકડાયેલ ઈસમો નાસી ગયેલ ઈસમો બાબતે પુછતા મહેશજી પ્રહલાદજી ઠાકોર, રહે. ચેખલા, તા. કાંકરેજ, ભરતજી ભવાનજી ઠાકોર, રહે. ચેખલા, તા. કાંકરેજ, કનાજી અભુજી જાતે ડાભી, રહે ચેખલા, તા. કાંકરેજ, પ્રહલાદજી વખતાજી, જાતે ઠાકોર, રહે. ચેખલા, તા. કાંકરેજ વાળાઓ હોવાનું જણાવતા હોઈ સદરે ઈસમો અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા.

સ્મશાનની દિવાલ નજીક જુગાર રમતા ૮ ઝડપાયા

રાધનપુર નગરમાં આવેલ ગ્રીનપાર્ક સોસાયટી નજીક સ્મશાનની દિવાલના ઓથમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા અગિયાર હજાર ઉપરાંતની રોકડ સાથે ૮ જુગારીઓ ઝડપાયા હતા. રાધનપુર નગરમાં આવેલ ગ્રાનપાર્ક નજીક આવેલ દેવીપૂજક સમાજના સ્મશાનની દિવાલની ઓથમાં જાહેરમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા તા. ૧ જૂનની સાંજે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી રૃપિયા ૧૧૨૯૦ની રોકડ સાથે અલ્તાફ હારૃન ઘાંચી, સાજીદ અશરફભાઈ ઘાંચી, રહે. મીરા દરવાજા, રાધનપુર, રિયાઝ હુસેનભાઈ ઘાંચી, રહે. મીરા દરવાજા, રાધનપુર, સલીમ અબ્દુલભાઈ મોરવાડીયા, રહે. મીરા દરવાજા, રાધનપુર, શહેજાદ ઈમામભાઈ ઘાંચી, રહે. મીરા દરવાજા, મોહ શીન મહેબુબભાઈ સિપાઈ, રહે. ઘસિયાવાસ, રાધનપુર, તારીફ  હારૃનભાઈ ઘાંચી, રહે. મીરા દરવાજા, રાધનપુર ઉપરોક્ત તમામ જુગારીઓને પોલીસે પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જુગારીઆ તીન પત્તી, હારજીતનો જુગાર રમતા પોલીસે પકડી પાડયા હતા. તમામ જુગારીઓને પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બેચરાજીના કનોડામાં જુગાર રમતા ૧૦ આરોપીની ધરપકડ

આ અંગ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે, અનલોક ૦૧ના પ્રથમ દિવસે બેચરાજીના કનોડા ગામમાં શાળાની પાસે ખુલ્લી જગ્યામાં જુગારની પ્રવૃતિ આચરવામાં આવી રહી હોવાની બાતમી આધારે મોઢેરા પોલીસે ઓચિંતી રેડ પાડી  હતી. અહીં જુગાર રમી રહેલા દિલીપ કાનજીભાઈ પટેલ, મૌલીક પ્રવિણભાઇ પટેલ, સંજય જયંતીભાઈ પટેલ, ચિરાગ અંબાલાલ પટેલ, નિલેશ બાબુભાઇ પટેલ, રોહિત શંકરભાઇ પટેલ, ગૌરવ નટવરભાઇ પટેલ, ધવલ પ્રહલાદભાઇ પટેલ, ધવલ વિષ્ણુભાઇ પટેલ અને વિક્રમ ચતુરભાઇ પટેલ ઝડપાઇ ગયા હતા. જોકે પોલીસે આ સ્થળેથી જુગાર રમવાના સાહિત્ય અને રોકડ સહિત માત્ર ૩૪૦૦ની મત્તા કબજે કરી હતી. જ્યારે ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 વડગામના બસુમાં જુગાર રમતાં પાંચ ઝડપાયા, બે ફરાર

પ્રાપ્ત વિગતો મુજબ છાપી પીએસઆઇ એલ.પી.રાણા બીટ જમાદાર પ્રવિણસિંહ સહિતના પોલીસ કર્મી કોરોના અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે બસુ ગામમાં છાપો મારી જાહેરમાં જુગાર રમતા કમલેશ મનુભાઇ પંચાલ રહે.કાકોશી તા.સિધ્ધપુર, સોમાભાઇ ડોહજીભાઇ પરમાર રહે.બસુ તા.વડગામ, સુરેશ જયંતિલાલ પંચાલ રહે.કાકોશી તા.સિધ્ધપુર, અર્જુન ઇશ્વરભાઇ ઠાકોર રહે.બસુ તા. વડગામ, આમીનખાન નારખાન જામદ રહે.બસુ વાળાને રૃ.૧૦૮૦૦ રોકડા તેમજ મોબાઇલ નંગ ચાર કિંમત રૃ.૧૧૫૦૦ મળી કુલ રૃ.૨૨૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે બીસમિલલખાન અકબરખાન ડેર રહે.બસુ અને યાકુલ ઇસુબભાઇ શેરૃ રહે.ભીલવણ તા. સરસ્વતી નાસી છુટવામાં સફળ થયા હતા. પોલીસે તમામ વિરૃધ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે છાપી પોલીસે જુગારીયાઓ સામે લાલ આંખ કરતા શકુનિઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Tags :