Get The App

ઉત્તર ગુજરાતમાં 18 મી જુન સુધી વરસાદની આગાહી,તાપમાન વિભાગ

- વાતાવરણમાં બફારો વધતા લોકો ત્રાહીમામ્

- આગામી ૧૮ જૂન સુધી વરસાદની શક્યતા, હવામાન વિભાગ

Updated: Jun 15th, 2020

GS TEAM

Google News
Google News
ઉત્તર ગુજરાતમાં 18 મી જુન સુધી વરસાદની આગાહી,તાપમાન વિભાગ 1 - image

ડીસા, તા. 14 જૂન, 2020, રવિવાર

ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો છે. જ્યારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જે બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતા મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૪૦.૦ ડિગ્રી, પાનપુરમાં ૩૬.૦ ડિગ્રી, અમરીગઢમાં ૩૬.૦ ડિગ્રી, અંબાજીમાં ૩૫.૦ ડિગ્રી, આબુરોડ ૩૬.૦ ડિગ્રી, ઈડરમાં ૩૫.૦ ડિગ્રી, મહેસાણામાં ૩૫.૦ ડિગ્રી, ઊંઝામાં ૩૫.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૩૫.૦ ડિગ્રી, પાટણમાં ૩૭.૦ ડિગ્રી, મોડાસામાં ૩૪.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૩૪.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૩૫.૦ ડિગ્રી મહત્તમ તાપમાન  નોંધાવા પામ્યુ ંહતું.

ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં વાદળોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાત પંથકમાં નિસર્ગ વાવાઝોડાની સદ્ભાગ્યે નહિવત અસર થઈ છે. જોકે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો પર નિસર્ગ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે જેના લીધે હાલમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન પણ થયું હતું. તે બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતા મહત્તમ તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી ૧૮મી જૂન સુધી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

Tags :