Get The App

પાલનપુર પાલીકાએ વ્યવસાય વેરો વસુલવા 300 બાકીદારોને નોટીસો ફટકારી

- પાલિકાના કડક વલણસામે નગરજનોમાં રોષ

- વેરો નહિ ભરનાર મિલ્કત ધારકોના બેંક ખાતા ટાંચમાં લઇ કાર્યવાહી કરાશે

Updated: Mar 14th, 2020

GS TEAM

Google News
Google News
પાલનપુર પાલીકાએ વ્યવસાય વેરો વસુલવા 300 બાકીદારોને નોટીસો ફટકારી 1 - image

પાલનપુર તા. 13 માર્ચ 2020, શુક્રવાર

પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિના થી વેરા વસુલાત ઝુબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અગાઉ બાકી લ્હેણા મામલે શહેરની અનેક મિલ્કતો સિલ કરવામાં આવી હતી. જે બાદ ફરિ નગર પાલિકા દ્વારા બાકી વ્યવસાય વેરાની વસુલાત કરવા માટે ૩૦૦ જેટલા રીઢા બાકીદારોને નોટિસો ફટકારવામાં આવી છે. જેમાં બાકીદારો નિયત સમયમાં બાકી કર નહી ભરે તો તેમની મિલકતો સિલ કરવા સુધીના તૈયારીઓ કરવામાં આવી છે.

પાલનપુર શહેરની અનેક મિલ્કતોનો લાખો રૃપિયાનો ટેક્સ બાકી હોઇ નગરપાલિકાની આર્થિક સધ્ધર બનાવવા માટે પાલિકા ની વેરા વસુલાત શાખા દ્વારા છેલ્લા એક મહિનાથી બાકી લહેણાની વસુલાત કરવા માટે આક્રમક વેરા વસુલાત ઝેબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અગાઉ બાકી કર મામલે અનેક મિલ્કતો સિલ કરવામાં આવી હતી. અને સ્થળ પર લાખો રૃપિયાની વસુલાત કરાઇ હતી. જે બાદ શુક્રવારે ફરી નગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વ્યવસાય વેરો ન ભરતા હોઇ તેવા વધુ ૩૦૦ રીઢા બાકીદારોને બાકી નીકળતો કર ભરી જવા અંગે એકાઉન્ટ ટાંચમાં લઇને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે આમ બાકી કર વસુલવા પાલીકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

સરકારી મિલ્કતો પણ બાકીદારોના લિસ્ટમાં

પાલનપુર શહેર અનેક ખાનગી મિલ્કતો તેમજ કેટલીક સરકારી મિલ્કતો નગર પાલિકાના ચોપડે બાકીદારના લિસ્ટમાં બોલે છે. જેમાં મુખ્યત્વે સિવિલ હોસ્પીટલ અને પોલીસ વિભાગ ની મિલ્કતો નો લાખો રૃપિયા ટેક્ષ બાકી છે.

પાલિકા પાયાની સવલતો પુરી પાડતી નથી

પાલનપુર નગરપાલિકા જે પ્રકારે બાકી કર વસુલવા માટે આક્રમકતા દાખવી રહી છે. તેવી રીતે શહેરીજનોને વીજ પાણી સફાઇ રોડ રસ્તા ગટર જેવી પાયાની સવલતો આપવામાં સાવ નિષ્ફળ નીવડી છે. ત્યારે પાલીકા દ્વારા શહેરમાં પ્રાથમિક સવલતોને પ્રાધ્યાન આપવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

Tags :