થરાદના કરબૂણ ગામના ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપાયું
- ખેતરમાં વરિયાળીની આડમાં અફીણના છોડનું વાવેતર કરાયું હતું
- રૃ.૧૨.૭૩ લાખના અફીણના છોડ અને પોષડોડા સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ
પાલનપુર,
થરાદ,તા. 12
માર્ચ 2020, ગુરુવાર
થરાદ તાલુકાના કરબૂણ ગામે એક ખેતરમાં વરિયાળીની આડમાં
ગેરકાયદેસર રીતે માદક પદાર્થ એવા અફીણના છોડનુ વાવેતર ઝડપાયું છે. થરાદ અને એસઓજી
પોલીસની ટીમે બાતમી આધારે કરબૂણના ખેતરમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં ખેતરમાં
વાવેલ રૃ.૧૨.૭૩ લાખની કિંમતના ૧૨૭ કિલોગ્રામ અફીણના છોડ તેમજ ડોડાનો જથ્થો કબજે
કરવામાં આવ્યો હતો. અને અફીણનું વાવેતર કરનાર ખેડૂતની અટકાયત કરાઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં અફીણ ગાંજા જેવા
માદક પદાર્થોની ખેતી થતી હોય આ પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ
અધિક્ષક તરુણ દુગ્ગલની સુચનાને લઈ થરાદ પીઆઈ જે.બી.ચૌધરીે તેમની પોલીસ ટીમ અને
પાલનપુર એસઓજી પોલીસની ટીમ સાથે બાતમી હકીકત આધારે કરબૂણ ગામની સીમમાં આવેલ
કરશનભાઈ નરસંગજી ઉર્ફે નશાજી રાઠોડના ખેતરમાં ઓચિંતી રેઈડ કરી હતી. જેમાં આ
ખેડૂતના કબજા ભોગવટાના ખેતરમાં વાવેલ વરિયાળીના પાકમાં અફીણના છોડ ઉગાડેલ હોઈ
પોલીસ દ્વારા રૃ.૧૨૭૩૨૦૦ની કિંમતના ૧૨.૭૮૯૦ કિલો ગ્રામ અફીણ છોડ અને ડોડાનો જથ્થો
કબેજ કરવામાં આવ્યો હતો. અને અફીણનું વાવેતર કરનાર ખેડૂતની અટકાયત કરી તેની
વિરુદ્ધ થરાદ પોલીસ મથકે એનડીપીએસએક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરવામાં આવી છે.