ડીસા,તા.08 જૂન 2020, સોમવાર
ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો છે. જ્યારે હવામાનમાં પલ્ટાને લઈ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાવા પામ્યો છે. જ્યારે આગામી ૧૨ જૂન સુધી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે.
હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૭.૮ ડીગ્રી, પાલનપુર-૩૬, અમીરગઢ-૩૬, અંબાજી-૩૪, આબુરોડ-૩૬, ઈડર-૩૪, મહેસાણા-૩૩, ઊંઝા-૩૩, સિદ્ધપુર-૩૩, પાટણ-૩૫, મોડાસા-૩૫, હિંમતનગર-૩૩, ખેડબ્રહ્મા-૩૪ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં વાદળોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાત પંથકમાં નિસર્ગ વાવાઝોડાની સદભાગ્યે નહિવત અસર થઈ છે. પવનના સુસવાટા વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડયા હતા. જોકે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો પર નિસર્ગ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જેના લીધે હાલમાં ઉત્તર ગુજરાતના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે આગામી ૧૨ જૂન સુધી સમગ્ર ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની


