ટ્રેક્ટર પલટી ખાતા નવ વિદ્યાર્થીઓને ઈજાઓ થઇ
- અમીરગઢના ખાટી ચિત્રાથી ખાપા વચ્ચે
- પર્વતિય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ આધારકાર્ડ અને બેંક ખાતુ ખોલાવા જઇ રહ્યા હતા
અમીરગઢ,
તા. 24 જાન્યુઆરી 2020,
શુક્રવાર
અમીરગઢ તાલુકાના ખાટી ચિત્રાથી ખાપા આધારકાર્ડ અને બેન્ક
ખાતા ખોલાવવા માટે જતા વિદ્યાર્થીઓનું ટ્રેકટ્ર પલટી ખાતા નવ વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી.
અમીરગઢ તાલુકાનું ખાટી ચિત્રા ગામ પર્વતની ઉંચાઈ અને જંગલ
વિસ્તારમાં આવેલ હોવાથી આ ગામના લોકોનો રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત
રહેતા ઘણા સમયથી ચર્ચિત આ ગામના રસ્તા વિશે તંત્ર દ્વારા ધ્યાન ના દોરતા આ રસ્તા પર જીવના જોખમે
આદિવાસીઓ વિચારી રહ્યા હતા પરંતુ આજે આ કપરા રસ્તાએ વિદ્યાર્થીઓનો ભોગ લેવાનું
નક્કી કરેલ હતું. પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી અને નવ જેટલા વિદ્યાર્થીઓને ગંભીર
ઈજાઓ થઈ હતી.
બનાવની વિગત એવી છે કે ખાપા પંચાયતના સેજામાં આવતા ખાટી
ચિત્રા ગામથી ખાપા અને સરકારની યોજના મુજબ આધારકાર્ડ તથા બેન્કના ખાતા ખોલાવવા
માટે વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૫ જેટલા લોકો ટ્રેક્ટરમાં આવી રહ્યા હતા. તેવામાં ખરાબ
અને ેકદમ ખાડાખૈયાવાળા રસ્તામાં અચાનક ટ્રેક્ટર પલટી ખાતા દોડભાગ થઈ હતી. જેમાં
મોટા લોકો કુદી પડયા હતા. પરંતુ નાના વિદ્યાર્થીઓને ઈજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ
દ્વારા અમીરગઢ સરકારી દવાખાનામાં સારવાર માટે લાવેલ હતા. જેમાં બે બાળકોને વધુ
ઈજાઓ થતા વધુ સારવારઅર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મોટી
જાનહાનિ ના થતા શિક્ષકો તથા ગામલોકોએ રાહતનો દમ લીધો હતો.