ચડોતરની સ્ટારલાઈન કાર્સ પ્રા.લી.માં મેનેજરે રૃા. 42.33 લાખની ઉચાપત કરી
- અજ્ઞાાત સ્થળે ચાલ્યા જનાર મેનેજર સામે પોલીસ ફરિયાદ
- ઈન્સ્યોરન્સની કુલ રકમ કંપનીમાં જમા ન કરાવતા ઓડીટમાં મેનેજરની ઉચાપત પકડાઈ
પાલનપુર, તા. 22
ફેબ્રુઆરી 2020, શનિવાર
પાલનપુર તાલુકાના ચડોતર ગામે આવેલ સ્ટારલાઈન કાર્સ
પ્રા.લી.માં ફરજ બજાવતા એક ઈન્સ્યોરન્સ મેનેજરે જુની ગાડીઓના વીમા રીન્યુઅલની રૃા.
૪૨.૩૩ લાખ જેટલી રકમ કંપનીમાં જમા ન કરાવીને આ રકમની ઉચાપત કર્યા બાદ તેનો ફોન અને
મકાન બંધ કરીને ક્યાંક ચાલ્યો જતા આખરે કંપની દ્વારા ઉચાપત મામલે મેનેજર વિરુધ્ધ
પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાલનપુર તાલુકાના ચડોતર ગામે આવેલ મારુતિ સુઝુકી
કંપનીની સ્ટારલાઈર્કાર્સ પ્રા.લી.માં છેલ્લા દસ વર્ષથી ઈન્સ્યોરન્સ મેનેજર તરીકે
ફરજ બજાવતા પાલનપુરના નવા અંબિકાનગર અંજલી બંગ્લોઝમાં રહેતા અમિત જગદીશભાઈ
પ્રજાપતિએ જુલાઈ ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ચડોતર બ્રાન્ચ કંપનીમાં જુની
ગાડીના વીમા રીન્યુઅલની રકમ રૃા. ૧.૩૮,૪૩,૦૨૮
થતી હતી. તેમાંથી માત્ર રૃા. ૯૬.૯,૨૬૯ જમા કરાવી હતી અને રૃા.
૪૨,૩૩,૭૫૭ પોતાની પાસે રાખ્યા હતા. જોકે કંપનીના ઓડીટમાં ઈન્સ્યોરન્સ મેનેજર અમિત
પ્રજાપતિએ ઈન્સ્યોરન્સની બાકી રકમ રૃા. ૪૨.૩૩,૭૫૭ની ઉચાપત કરી
હોવાનું માલુમ પડતા મહેસાણા સ્થિત કંપનીમાં મેનેજર કલ્પેશભાઈ વી. પટેલ દ્વારા
બાકીની રકમ વસુલવા માટે અમિત પ્રજાપતિ પાસે ઉઘરાણી કરવામાં આવતા તે અમિતે તેનો ફોન
તેમજ પાલનપુર સ્થિત મકાન બંધ કરીને ક્યાંક ચાલી નીક્યો હોઈ આખરે કંપની દ્વારા
ચડોતર બ્રાન્ચના ઈન્સ્યોરન્સ મેનેજર અમિત પ્રજાપતિ સામે પાલનપુર તાલુકા પોલીસ
સ્ટેશનમાં ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.