Get The App

લોકડાઉનમાં લાભાથીઓને ઘરે પૈસા પહોંચાડી પોસ્ટકર્મી કોરોના વોરિયર્સ બન્યા

- આધાર ઇલેબલ પેમેન્ટ યોજનામાં બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ

- કોરોના સંકટ વચ્ચે પોસ્ટ વિભાગની અનોખી પહેલ લોકો માટે આશીર્વાદ રૃપ બની

Updated: Apr 29th, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનમાં લાભાથીઓને ઘરે પૈસા પહોંચાડી પોસ્ટકર્મી કોરોના વોરિયર્સ બન્યા 1 - image

પાલનપુર તા. .28 એપ્રિલ, 2020, મંગળવાર

કોરોના સામેનો જંગ જીતવા માટે સરકાર દ્વાર દેશમાં બે તબક્કામાં ૪૦ દિવસની લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે આ સમયગાળામાં લોકોને નાણાંકીય સંકડામણ ભોગવવી ન પડે તે માટે ભારતીય પોસ્ટ દ્વારા આધાર ઇલેબલ પેમેન્ટ સિસ્ટમ યોજનાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં પોસ્ટ તેમજ બેંક ખાતેદારોનો પોસ્ટ કર્મીઓ દ્વારા ઘરે બેઠા નાણાં નું ચુકવણું કરવામાં આવે છે. પોસ્ટની આ પહેલમાં બનાસકાંઠા પોસ્ટ વિભાગે લોકોને ઘરે બેઠા નાણાંની સવલત પુરી પાડયી ને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

દેશમાં કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણની કડી ને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન અમલી કરાયું છે. વૃધ્ધ, પેન્શનરો, પોસ્ટ તેમજ બેંક ખાતેદારોને સરળતાથી પોતાની પુંજી મળી રહે અને તેમને આર્થિક ભીડ ભોગવવી ન પડે સાથે પોસ્ટ તેમજ બેંકમાં લોકોની ભીડ એકઠી થતા અટકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા આધાર ઇલેબલપેમેન્ટ સિસ્ટસમ(એઇપીએસ)યોજના અમલી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓતેમજ સહાયકો દ્વારા લોકોને ઘરે બેઠા પૈસાનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે. કોરોના ને લઇ બે તબક્કાના લોકડાઉન વચ્ચે બનાસકાંઠા પોસ્ટ વિભાગ દ્વારા છેવાડાના ગામડાઓ તેમજ શહેરી વિસ્તારોમાં અનેક વૃધ્ધ, વિધવા, પેન્શનરો સહિતના ખાતાધારકોને ઘરે બેઠા તેમના જમા નાણાંનું ચુકવણું કરી ને બનાસકાંઠા પોસ્ટ વિભાગ ઇલેબલપેમેન્ટ સિસ્ટમ યોજનાના ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર અને દેશમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી પોસ્ટ વિભાગે કોરોના વોરિયર્સની ભુમિકા નિભાવી છે. 

Tags :