Get The App

પાટણ જિલ્લામાં 8 પુરુષ અને 3 મહિલા સહિત 11 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ, 1નું મોત

- જિલ્લામાં કોરોના કેસની બેવડી સદી

- પાટણ શહેર અને રાધનપુરમાં ૩-૩, સિધ્ધપુર અને સાંતલપુરમાં ૨-૨ અને હારીજમાં ૧ કેસ, પોઝિટિવ આંક ૨૧૦ પર પહોંચ્યો

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
પાટણ જિલ્લામાં 8 પુરુષ અને 3 મહિલા સહિત 11 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ, 1નું મોત 1 - image

પાલનપુર, તા. 30 જુન 2020, મંગળવાર

દેશભરમાં ૧ જુલાઈને આજથી અનલોક-૨ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં શરતોને આધીન અનલોક-૧ ની સરખામણીએ અનલોક-૨ માં વધુ છૂટછાટ આપવામાં આવી છે. જેની વચ્ચે પાટણ જિલ્લામાં ૮ પુરુષ અને ૩ મહિલા સહિત કુલ ૧૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. જેને લઈ પાટણ જિલ્લામાં કુલ પોઝિટિવ આંક ૨૧૦ પર પહોંચી ગયો હતો. જ્યારે પાટણ શહેરમાં ૫૮ વર્ષીય પુરુષનું મોત નિપજતા જિલ્લામાં કુલ ૨૨ મૃત્યુઆંક થઈ ગયો છે.

પાટણ શહેરમાં મંગળવારે કોરોનાનો વધુ એક વિસ્ફોટ તયો હતો. જેમાં ૮ પુરુષ અને ત્રણ મહિલા સહિત ૧૧ ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે એક પુરુષનું મોત નિપજ્યું હતું. જેની વચ્ચે મંગળવારે પાટણ શહેરના નીલમ સિનેમા પાસે જીણીરેત વિસ્તારની ૬૦ વર્ષીય મહિલા, ચાણસ્મા હાઈવે પર આવેલ અંબિકા સોસાયટીના ૪૯ વર્ષીય પુરુષ, બુકડી ચોકના ૬૦ વર્ષીય પુરુષ, રાધનપુરના કંસારાવાસના ૨૫ વર્ષીય યુવક, દેસાઈ વાસના ૬૧ વર્ષીય પુરુષ અને પરા વિસ્તારન ૩૦ વર્ષીય મહિલા જ્યારે સિધ્ધપુર શહેરમાં શક્તિનગર સોસાયટીના ૩૭ વર્ષીય પુરુષ, રાજપુર પાસે ઘનશ્યામ સોસાયટીની ૭૫ વર્ષીય વૃધ્ધ મહિલા તો સાંતલપુર, વારાહીના ભોજાણીવાસના ૭૪ વર્ષીય પુરુષ, વારાહીના સામુહિક આરોગ્ય કેન્દ્ર નજીક શિવમ સોસાયટીના ૬૧ વર્ષીય પુરુષ તેમજ હારીજ જલારામ પાર્કના ૬૫ વર્ષીય પુરુષ સહિતના ૧૧ વ્યક્તિઓને મોટેભાગે તાવ અને ખાંસીના લક્ષણો જોવા મળ્યા હતા. જેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના સભ્યોને કોરોન્ટાઈન કરી સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પાટણ શહેરમાં સદી પાર ૧૦૨ પોઝિટિવ કેસ જ્યારે પાટણ જિલ્લામાં બેવડી સદી પાર ૨૧૦ પોઝિટિવ કેસ થઈ ગયા છે.

Tags :