Get The App

પાલનપુરમાં મહિલા નગરસેવિકાના બે સંતાન કોરોનામાં સપડાયા

- બનાસકાંઠામાં વધુ પાંચ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

- જિલ્લામાં કોરોના સંક્રમિતોનો આંક 164 પહોંચ્યો

Updated: Jun 20th, 2020

GS TEAM

Google News
Google News
પાલનપુરમાં મહિલા નગરસેવિકાના બે સંતાન કોરોનામાં સપડાયા 1 - image

પાલનપુર તા.19 જૂન 2020, શુક્રવાર

બનાસકાંઠામાં ગ્રામિણ વિસ્તાર બાદ શહેરી વિસ્તારોમાં કોરોના વાયસરનું સંક્રમણ વધ્યું હોઇ પાલનપુર તેમજ ડીસામાં કોરોના પોઝિટીવ કેસોનો રેશિયો સતત વધી રહ્યો છે. જે વચ્ચે પાલનપુર બે તેમજ ડીસામાં વધુ ત્રણ કેસ સામે આવત લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જિલ્લામાં આજે નોંધાયેલ વધુ પાંચ કેસમાં પાલનપુરમાં મહિલા નગર સેવિકાના પુત્ર અને પુત્રી તેમજ ડીસામાં બે આધેડ તેમજ એક યુવક કોરોનામાં સપડાતા જિલ્લામાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૧૬૪એ પહોચ્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ વકરી રહ્યો હોય રોજ બરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. જોકે કોરોનાને રોકવાના લાખ પ્રયત્નો વચ્ચે પણ સંક્રમણ બમણીગતિએ ફેલાવા લાગ્યું છે. જેમાં અનલોક એકમાં કોરોનાએ જાણે શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા હોય તેમ પાલનપુર અને ડીસામાં કોરોના પોઝિટીવ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જે વચ્ચે શુક્રવારે વધુ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં પાલનપુરના કંથેરીયા હનુમાન રોડ પર આવેલ વડલીવાળા પરા વિસ્તારમાં રહેતા કોગ્રેસના નગરસેવક આશાબેન રાવલ અને જાણીતા એડવોકેટ ભાવેશભાઇ રાવલનો પુત્ર અને પુત્રીનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. અને ડીસામાં સિંધી કોલોની નિલકમલ સોસાયટીમાં ત્રણ વ્યક્તિતના રીપોર્ટ પોઝિટીવ આવતા ડીસામાં કુલ ૪૦ અને પાલનપુરમાં ૧૩ કેસ સાથે જિલ્લાનો કુલ આંક ૧૬૩ પર પહોંચી જતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. 

નગર સેવિકાના પરિવારના ત્રણ સભ્યો કોરોનામાં સપડાયા 

પાલનપુર નગર પાલિકાના વોર્ડ નં.૩ કોંગ્રેસના મહિલા નગર સેવક આશાબેન ભાવેશભાઇ રાવલના પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત બન્યા છે. જેમાં ચાર દિવસ અગાઉ તેમના દિયર કલ્પેશભાઇ રાવલ(સરકારી વકીલ)નો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો જે બાદ શુક્રવારે તેમની પુત્રી અને પુત્રનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. 

પાલનપુરમાં 31 અને ડીસામાં 40 પોઝિટીવ કેસ 

ડીસામાં લોકડાઉનમાં દેખા દેનાર કોરોના વાઇરસે અઢી માસમાં ૪૦ લોકોને સંક્રમિત કયા છે. જયારે અનલોકના પ્રારંભે પાલનપુરમાં સામે આવેલ કોરોનાએ ૧૪  દિવસમાં ૧૩ વ્યક્તિને સંક્રમિત કર્યા હોય લોકોમાં કોરોના વધતા જતા સંક્રમણને લઇ ફફડાટ ફેલાયો છે. 

પાંચ સંક્રમિતોના નામ 

રણજીતજી દલસાજી ઠાકોર ઉ.વ.૫૬ સિંધી કોલોની ડીસા

પરસોત્તમભાઇ શિવાલાલ ખત્રી ઉ.વ.૪૯ રહે.નિલકમલ સોસાયટી ડીસા

હિતેશકુમાર ગોરધનભાઇ મોદી ઉ.વ.૪૫ રહે.સુંદરમ સોસાયટી ડીસા 

પુજાબેન ભાવેશભાઇ રાવલ ઉ.વ.૨૭ રહે.કંથરીયા હનુમાન રોડ પાલનપુર

મહર્ષિ ભાવેશભાઇ રાવલ ઉ.વ.૨૨ રહે.કંથેરીયા હનુમાન રોડ પાલનપુર

Tags :