અમદાવાદથી થરાદ જતી ટ્રકમાંથી રૂ.19.18 લાખનો ગુટખા કબજે લેવાયા
- ડીસાના આખોલ ગામ નજીક મહક સીલ્વર, ઝારડા તમાકુ, તમાકુના કટ્ટા, પાન મસાલાના પાઉચનો જથ્થો મળી આવ્યો
ડીસા તા.10 મે 2020, રવિવાર
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાઇરસના કહેર છે. અને સરકાર દ્વારા તમામ ગુજરાતના જિલ્લાને લોકડાઉન કરેલ છે. ખાસ કરીને સરકાર દ્વારા તમાકુ પાન મસાલા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ લોકડાઉનમાં મોટા પ્રમાણમાં તમાકુનો જથ્થાની ગેરકાયદેસર હેરાફેરી થાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આખોલ ગામ નજીક ટ્રક સહિત તેમાં ભરેલા લાખોના તમાકુનો જથ્થો ધ્યાનમાં આવતા ટ્રક સહિત તમાકુનો જથ્થો સાથે એક ઇસમને ડીસા રૃરલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત જોઇએ તો હાલમાં ચાલતા કોરોના રોગની મહામારી અન્વયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાનાઓ દ્વારા આપવામા ંઆવેલ જાહેરનામાઓનું કડક અમલીકરણ સારૃ પોલીસ અધિક્ષક તરૃણ દુગ્ગલ બનાસકાંઠા પાલનપુરનાઓની સુચના અનુસાર ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ.જે.ચૌધરીની સુચનાથી પોલીસ સ્ટાફ આખોલ ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક ટ્રક રોકાવતા તેના ચાલક હરીશરામ માનારામ જાટ, રહે. બેડીયા તા.સાંચોર, જી.જાલોર(રાજસ્થાન) વાળાને પુછપરછ કરી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી મહક સીલ્વર પાનમસાલાના મોટા કટ્ટા ૨૦ નંગ, એક કટામાં પેકટ નંગ ૩૦૬ લખે કુલ ૬૧૨૦, લેખે કીમત રૃપિયા ૭,૩૪,૪૦૦ તથા એમ-૧ ઝારડા તમાકુના મોટા કટ્ટા ૦૪ નંગ કુલ પેકેટ નંગ ૧૫૩૦ જેની રૃપિયા ૧,૮૪,૬૦૦ સાથે પાનમસાલા પાઉચ તથા તમાકુના મોટા કટ્ટા/ પાઉચની કુલ કિ.રૃ.૯,૧૮,૦૦૦ ની મળી આવતા આવી હતી. સદરહુ તમાકુ અને પાનમસાલાનો જથ્થો કયાંથી લાવેલ અને કયા આપવાનો હતો. તે બાબતે પુછતા ચાલક ઇસમે સદરહુ મુદ્દામાલ અમદાવાદ ખાતેથી ભરી થરાદ ખાતે જયેશભાઇ નામક ઇસમને આપવાનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટ્રક સાથે કુલ કિ.રૃ.૧૯,૧૮,૦૦૦ના મુદ્દામાલ સાથે એક ઇસમ મળી આવતા બંને ઇસમો વિરૃધ્ધ ડીસા રૃરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.