Gujarat

સરપંચને જાણ કર્યા વિના સરકારી બાબુઓએ રૃ.8 લાખ ઉઠાવી લીધા

By GS Team
27 Nov 20212 mins read
This article was originally published on 27 Nov 2021
સરપંચને જાણ કર્યા વિના સરકારી બાબુઓએ રૃ.8 લાખ ઉઠાવી લીધા

ભાભર તા.27

ભાભર તાલુકામાં ભય વગરનો ભ્રષ્ટાચાર હળીમળીને ચાલી રહ્યો છે.ચુંટણીના વર્ષ દરમ્યાન સતાધીશો ધર્મરાજાનો ડ્રેસ પહેરીને સુફિયાણી અને શાહુકારીની બડાસો ફેકતા જોવા મળે છે.ત્યારે ભાભર તાલુકામાં સતા અને વિપક્ષો એક સંપ થઇ સર્વ સંમતીથી પ્રજાએ વિવિધ રીતે ભરેલાં નાણાં દ્રારા વિકાસનાં કામોના નામે ફાળવાતી ગ્રાન્ટનો આ વિસ્તારના ભૂખ્યા વરૃઓ જેવા કે કોન્ટ્રાક્ટરો,સરકારી બાબુઓ,રાજકિય હોદેદારો,દ્રારા ગ્રાન્ટનો ઉપીયોગ તેમના અંગત લાભ વિકાસ માટે કરી રહ્યા છે અને  તેરી બી ચુપ મેરી બી ચૂપ જેવો એકસંપ ચાલી રહ્યો છે.

ભાભર તાલુકાના નેસડા ગામના સરપંચ તેજિજી ઠાકોર દ્વારા  ટી.ડિ.ઓ.,ડિ.ડિ.ઓ. કમીશ્નર, મુખ્યમંત્રી સુધી એવી રજુઆત કરવામાં આવી છે. કે તેમની નેસડા ગ્રામ પંચાયતને ૧૫માં  નાણાપંચમાં અંદાજે રૃપીયા આઠ લાખથી વધુરકમનાં નાણાં સી.સી. રોડ અને પાઇપ લાઇન માટે  ફાળવ્યાં હતાં.જેનું કામ આશારામ ભાટા અને રાજારામ ભાટા એમ આ બને ભાટાબંધુ કોર્ન્ટાક્ટરને કામ આપ્યું હતું.પરંતુ આ કોર્ન્ટાક્ટરોએ રોડનું કામ નબળી કક્ષાનું કર્યું હોઈ અને પાઇપ લાઇનનું કામ કર્યુંજ નથી તોપણ કોન્ટ્રાકટરોએ સરકારી બાબુઓની મીલીભગતના કારણે કોન્ટ્રાકટરોને નાણાં ચુકવી દેવામાં આવ્યા છે. જેથી આ નાંણા કોન્ટ્રાકટર દ્વારા ગ્રામપંચાયતને પરત કરી દેવામાં આવે તેવી રજુઆત ગામના સરપંચે કરી છે.  તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખાના એસ.ઓ,કોર્ન્ટાક્ટર,તલાટી વગેરે મળીને સરપંચની ડિઝીટલ કીનો ઉપીયોગ કરીને સરપંચને અજાણ રાખી અંદાજે આઠલાખ ઉપરાંતનાં નાણાં બારોબાર ઉપાડી લીધાનું ખુલવા પામ્યું છે.સરપંચનું કહેવું છે કે તેઓને નાણાં ઉપાડવા માટેની ડીઝીટલ કિ ફાળવવામાં આવીજ નથી તો સરપંચ વગર નાણાં કઇ રીતે ઉપાડી લીધાં છે?તેથી આ હકીકત સાથે રજુઆત કર્યાને અંદાજે  મહિના ઉપરનો સમય વિતવા છતાં કોઇ કાર્યવાહી થવા પામી નથી તેથી ભ્રષ્ટ તત્વોએ મળીને કરેલા કૌભાંડ બાબતે તપાસ માંગી છે સાથોસાથ એવા પ્રશ્નો થઇ રહ્યા છે કે નેસડા ગામે રોડનું કામહલકું બન્યું હોય તો તેનું પેમેન્ટ કઇ રીતે કરવા માં આવ્યું? નાણાંકિય ભ્રષ્ટાચાર થયો હોય અને ટી.ડિ.ઓ.ને જાણ કર્યાને મહિના ઉપરાંતનો સમય વિતવા છતાં કોઇ તપાસ કાર્યવાહિ નહિ કરવા અને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો ગામના સરપંચે ટીડિઓ પર આક્ષેપ લગાવ્યો છે.