ડીસામાં વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ આવ્યા
- તાલુકામાં 14 પોઝીટીવ કેસો થયા
- ડીસા શહેરમાં બે અને શમશેરપુરા અને સરયુનગરમાં એક-એક દર્દી નોંધાતા દોડધામ
ડીસા,તા.10 મે 2020, રવિવાર
ડીસામાં એક પછી એક કોરોના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બે કેસ અને શહેરી વિસ્તારમાંથી બે કેસ કોરોના પોઝીટીવ આવતાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે કોરોના પોઝીટીવના સતત વધતા જતા કેસોને લઈ આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા હાલમાં તમામ લોકોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના કારણે હાલ કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ડીસા તાલુકામાં પણ કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. સરકારદ્વારા હાલમાં તમામ લોકોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના કારણે હાલ કોરોના વાયરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બે ગ્રામ્ય વિસ્તાર અને બે શહેરી વિસ્તારમાંથી પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસનો પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તારના એક કેસ રમણ મશરૃભાઈ સોબાત, રહે.શમશેરપુરા, ડીસા, સુરેશ અશોક માળી રહે.સરયુનગર, જુના ડીસા સામે આવ્યા છે. ત્યારે શહેરી વિસ્તારમાં રમેશ બાબુભાઈ દોશી રહે.ગ્રીનપાર્ક-ડીસા તથા લક્ષ્મણ વીરજી પઢિયાર રહે.સંભવનગર ડીસા સામે આવ્યા છે. આમ ડીસામાં વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ સામે આવતા ડીસામાં સંખ્યા ૧૪ પર પહોંચી છે. આ તમામ દર્દીને પાલનપુર કોવિંડ હોસ્પટલ ખાતે ખસેડાયા છે. હાલ ડીસામાં કોરોનાના કેસ વધતા ડીસામાં ભયનો માહોલ સર્જાયો છે. આરોગ્ય વિભાગ હાલ આ તમામ ચાર પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ લોકોની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં પોઝીટીવની સંખ્યા ૮૫ પર પહોંચતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતા વધી છે.
જ્યારે ડીસા તાલુકામાં વધતા જતા કેસોને લઈ પોલીસ તંત્ર અને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. અને પોલીસ દ્વારા કોરોના પોઝીટીવ આવેલ વિસ્તારને કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના પોઝીટીવ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.