દંડકયાત્રા ચાર માસ બાદ અમીરગઢ આવી પહોંચી
- અમદાવાદથી નીકળેલ ગૌ અને રાષ્ટ્ર રક્ષા માટે
- આ યાત્રા 711 કિમી.નું અંતર કાપી કિશનગઢ પહોંચશે
અમીરગઢ, તા. 20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
અમદાવાદ સાબરમતીથી ૧૫ ઓક્ટોબરે નીકળેલી ગૌ અને રાષ્ટ્રીય રક્ષા માટે દંડકયાત્રા આજે ૨૦ ફેબુ્રઆરીના ૧૫૦ કિ.મી.નું અંતર કાપી અમીરગઢ તાલુકામાં પ્રવેશી હતી. આ યાત્રા કુલ ૭૧૧ કિ.મી.નું અંતર કાપી રાજસ્થાનના કિશનગઢ પહોંચશે.
ભારત દેશ એ એક સાધુસંતોની ભૂમિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે અમદાવાદના આ સાધુ દ્વારા દેશ માટે કાઢવામાં આવેલી દંડક યાત્રા સાબિત કરી બતાવે છે કે ભારત દેશ સાધુ સંતોનો પ્રદેશ છે. અમદાવાદ સાબરમતીના આશ્રમમાં રહેતા મુનિબાબા ચેતનદાસ બાપુ ગૌ અને રાષ્ટ્રીય રક્ષા માટે છેલ્લા ૨૧ વર્ષથી મૌન વ્રત રાખેલું છે. જોકે તેઓએ ગૌ તેમજ રાષ્ટ્રીયની રક્ષા માટે બાધા આખડી રાખી હતી. જે બાધા આખડી મુજબ પોતાના આશ્રમથી રાજસ્થાનના કિશનગઢ દાદુ દયાલ કરડાલા ગામે આવેલા અખિલ ભારતીય દાદુ દયાલ સંમપડા નીરમોહી અખાડા આંતરરાષ્ટ્રીય પંથ મુનિ બાબા ચેતનદાસના ધામે ૭૧૧ કિ.મી.નું અંતર દંડવત્ યાત્રા સાથે જવાનું નક્કી કર્યું હોવાથી તેઓ ચાર માસ અગાઉ ૧૫ ઓક્ટોબરના રોજ યાત્રાનો પ્રારંભ કરયો હતો. જે યાત્રા ૧૫૦ કિ.મી.નું અંતર કાપી ગુરુવારે અમીરગઢ તાલુકામાં પ્રવેશ કર્યો હતો અને દોઢ વર્ષ સુધી રાજસ્થાનના કિશનગઢ ખાતે પહોંચી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરશે.