ખાનગી પ્રેક્ટીસ કરતા ઝડપાયેલા તબીબ સામે આખરે પોલીસ ફરિયાદ
- ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે
- બાયોમેડીકલ વેસ્ટ 100 કિલો મળી આવતા દવાખાનાને સીલ મારી દેવાયું : શાળા આરોગ્ય તપાસણીમાં પણ ગેરહાજર
ધાનેરા, તા. 2 જાન્યુઆરી,
2020, બુધવાર
ધાનેરા તાલુકામાં શાળા
આરોગ્યની તપાસણીની ફરજ સરકારી ર્ડાક્ટરને સોંપાઈ હતી. છતાં તેઓ ફરજમાં હાજર રહ્યા
ન હતા. અને ખાનગી પ્રેક્ટીસ કરતા ઝડપાઈ જતાં તેમજ બાયોમેડિકલ વેસ્ટ મુદ્દે પણ
તંત્રના રંગેહાથે પકડાઈ જતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ
ધાનેરા તાલુકામાં શાળા આરોગ્યની કામગીરીમાં ડો. જીજ્ઞોસ એન. જોષીને અપાઈ હતી. છતાં પોતે જોરાપરા (ધાખા) ગામે પ્રાઈવેટ
પ્રેક્ટીસ કરતા રંગેહાથે 30
ડીસેમ્બરના રોજ ઝડપાઈ ગયા હતા. જેઓ બાયો મેડીકલ વેસ્ટ 100
કિલો મળી આવતા સીલ મારી આગળની કાર્યવાહી કરી હતી. અને આ બાયો મેડિકલ વેસ્ટ પી.એમ.
ચૌધરીને નિકાલ કરવા જણાવતા કાયદેસર કાર્યવાહી કરી વેસ્ટ જથ્થાનો નાશ કરેલ છે.
બાયો મેડિકલ વેસ્ટથી
જાહેર જનતાને ઘણું જ નુકસાન થઈ શકે તેમ
મેડિકલ ઓફીસર જીજ્ઞોશ જોષી જાણતો હોવા છતાં નિકાલ કરેલ નહીં અને પાંચથી છ આંકડાની
સાઈડ ઈન્કમ નોકરી ચાલુ છતાં કમાતા હતા. જેની ગંભીર નોંધ લઈ જિલ્લા આરોગ્ય અધિકારી
અતુલભાઈ વસંતભાઈ પુરોહિત રામપુરા મોટા ગામે ફરજ બજાવતા ડોક્ટરને આદેશ કરતા તેઓએ
ધાનેરા પોલીસ સ્ટેશને તા. 1-1-2020ના રોજ લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ
નોંદી વધુ તપાસ હાથ ધરી છે.