કેન્સરની બીમારી છતાં લોકડાઉનમાં ફરજ બજાવતા મહિલા હોમગાર્ડ
- સેવા માટે તો હું હોમગાર્ડમાં ભરતી થઇ છુ અને આવા કપરા સમયમાં સેવા ન આપુ તો કેમ ચાલે ?
પાલનપુર તા. 12 મે 2020, મંગળવાર
કોરોના વાયરસની મહામારીમાં દુનિયાભરમાં દેશો સપડાયા છે.
કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા અને પોઝિટીવ રિપોર્ટ ધરાવા દર્દીઓની સારવાર માટે
સરકાર દ્વારા સમગ્ર દેશમાં દિન-રાત પ્રયાસો ચાલી રહ્યા છે.
પાલનપુર ખાતે મહિલા હોમગાર્ડ જવાન તરીકે સેવા આપતા જમનાબેન
રમેશભાઇ પરમારના યોગદાનની જમનાબેનને અંડાશયના કેન્સરની ગંભીર બિમારી હોવા છતાં તેઓ
સમાજસેવા માટે અત્યારે હોમગાર્ડ જવાન તરીકે ડયુટી બજાવે છે. દોઢ વર્ષ પહેલા
સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદમાં તેમણે ત્રણ ઓરપરેશન કરાવ્યા હતા. તેમજ અત્યારે પણ
સ્ટર્લિન હોસ્પિટલ અમદાવાદની દવા ચાલે છે.
એક મુલાકાતમાં જમનાબેન પરમારે કહ્યું કે સેવા કરવા માટે તો
હુ હોમગાર્ડમાં ભરતી થઇ છુ અને આવા કપરા સમયમાં સેવા ન આપુ તો કેમ ચાલે કોરોના
સંદર્ભે લોકડાઉન થયું ત્યારથી તેઓ પાલનપુર શહેરમાં વિવિધ સ્થળો પર ડયુટી બજાવે છે.
અત્યારે તેઓ પાલનપુરના ગઠામણ ગેટ પોઇન્ટ પર જેમણે બિમારીની પરવા કર્યા વગર કોરોના
સામેના જગમાં વોરીયસ બનીને ઝુકાવ્યું છે. એ જમનાબેનના યોગદાનની લોકો પ્રશંસા કરે
છે.