ડીસામાં લોકડાઉન દરમિયાન મકાનના ધાબા પર જુગાર રમતા 7 ઝડપાયા
- એલસીબી પોલીસે દરોડો પાડી રૂ.2.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પાલનપુર,તા.09 એપ્રિલ 2020, ગુરૂવાર
ડીસા શહેરમાં લોકડાઉન વચ્ચે શહેરના વિરેન પાર્કમાં આવેલા એક રહેણાંક મકાનના ધાબા ઉપર ચાલતા જુગારધામ પર પાલનપુર એલસીબી પોલીસની ટીમે દરોડો પાડીને સાત જુગારીયાઓને રૃ.૨,૨૧,૪૫૦ના મુદ્દામાલ સાથે ૭ શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
દુનિયાભરમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન રહ્યું છે ત્યારે વેપારી મથક ડીસા શહેર વિરેન પાર્કમાં મકાનના ધાબા ઉપર પૈસાની હારજીત માટે તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી આધારે પાલનપુર એલસીબી પોલીસની ટીમે મકાનના ધાબા પર ઓચિંતી રેડ કરી હતી. જેમાં અહીં જુગાર રમતા હિંમત ત્રિભોવનદાસ ઠક્કર, જગદીશ લચ્છુમલ ધરમદાસ, ભરત દયારામભાઈ જગતમલ ખત્રી, પીતામ્બર નારણભાઈ ઠક્કર, મુકેશ બાબુભાઈ પટેલ, સુરેશ ભાણજીભાઈ ઠક્કર, સુનિલ શાંતિલાલ ઠક્કર પાસેથી કુલ રૃ.૨,૨૧,૪૫૦ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.