પત્નિ, પુત્રીને પાકિસ્તાનથી ભારત લાવવામાં યુવકના દિલ્હીના ધક્કા!
- ભારતના વિઝા પુરા થતા યુવતી દુબઇ ગઇ ત્યાંથી પાકિસ્તાન મોકલી દીધી
- આબુરોડનો યુવક દુબઇમાં કામ કરતી વેળાએ પાકિસ્તાની યુવતી સાથે પ્રેમ થતા લગ્ન કર્યા, બાળકીનો પિતા પણ બન્યો
અમીરગઢ તા. 09 માર્ચ 2020,
સોમવાર
રાજસ્થાનના આબુરોડમાં રહેતો યુવક દુબઇમાં નોકરી કરતો
હતો. ત્યારે દુબઇમાં જ નોકરી યુવતી સાથે પ્રેમથતા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ
પુત્રીને, પિતા બન્યો પાકિસ્તાની યુવતીને ભારત વીઝા ઉપર લાવ્યો હતો પણ યુવતીના વીઝા પુરા
થતાં તે ફરી દુબઇ ચાલી ગઇ હતી. પણ દુબઇમાં કોરોના વાઇરસનો ખતરો હોવાથી યુવતી તથા
તેની પુત્રીને પરત પાકિસ્તાન મોકલી દેવાઇ હવે પતિને પણ પુત્રોનો કબ્જો મેળવવા માટે
યુવક દિલ્હી વિદેશ મંત્રાલયના ધક્કા ખાઇ રહ્યો છે.
આબુરોડ ઉંમરની હાઉસિંગ બોર્ડમાં રહેતો રાહુલ શર્મા
ગત ચાર વર્ષથી દુબઇમાં કામ કરતો હતો. આજ કંપનીમાં કામ કરતી પાકિસ્તાનની વતની હર્ષા
જોડે પ્રેમથઈ જતા દોઢ વર્ષ પહેલા અમદાવાદમાં હિન્દુ રીતી રીવાજ થી લગ્ન કર્યા હતા.
એના પછી બંને પાંચ મહિના સુધી ભારતમાં રહ્યા એ દરમિયાન હર્ષાએ આબુરોડમાં એક
પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ હર્ષાના વિઝા પુરો થવાના કારણે અને પરત દુબઇ
મોકલવામાં આવી હતી. પરંતં વિધિ વકૃતા એવી છે કે દુબઇમાં પણ કોરોના વાયરસના કારણે
હર્ષાને પાકિસ્તાન મોકલવામાં આવી રહી છે. હાલના દિવસોમાં દુબઇમાં કોરોના વાયરસના
ખતરાના કારણે કંપનીઓ વિદેશી મુળના લોકોને ને થોડાક સમય માટે ફરી એમના દેશમાં મોકલી
રહી છે. રાહુલના જણાવ્યા અનુસાર દુબઇથી એની પત્નિને એમના ગૃહ દેશ પાકિસ્તાન મોકલી
દેવામાં આવી છે. દુધ પીતી બાળકીને ભારત કેવી રીતે લાવવી તે અંગે બાળકીનો પિતા
ચિંતિત બન્યો છે. રાહુલે જણાવ્યું હતું કે એની પત્નીનો વિઝા જુલાઇ ૨૦૧૯માં
બનાવવામાં આવ્યો હતો. ત્રણ મહિના વિત્યા બાદ એને બે મહિના માટે વધારાવામાં આવ્યો
હતો. પરંતુ તે સમય પણ સમાપ્ત થતા પરત આવેદન કરવા પર અંડર પ્રોસેસ બતાવી રહ્યું છે.
ભારતની નાગરિકતા માટે એક વર્ષ રહેવું ફરજિયાત
હિન્દુ સિંહ સોઢા સીમાંત લોક સંગઠન જોડે જાણકારી
લેતા એમને ફોન ઉપર બતાવ્યું હતુુ કે ઓવરસીજ સિટિઝન ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન
કર્યા બાદ નાગરિકતા માટે એક વર્ષ માટે ભારતમાં રહેવું પડે છે. જો બંને ભારતમાં
રહેવા માગતા હોય તો કોઇ પરેશાની હોવી ન જોઇએ જ.
સરહદના વાવટા યુવક ,પુત્રી અને પત્નીથી વિખુટો
પડયો
રાજસ્થાનના આબુરોડના યુવકે પાકિસ્તાની યુવતીના
પ્રમેમાં પડી લગ્ન કરી લીધા પરંતુ વિઝાના કારણે તે ભારતમાં અને કોરોના વાયરસ ના
લીધે હોવી દુબઇમાં પણ ના રહી શકતા યુવતીને પરત પાકિસ્તાન મોકલવામાં આવતા પ્રેમમાં
આંધળો બનેલ યુવક પત્ની અને પુત્રીનો વિયોગી સહી રહ્યો છે.