For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અંબાજીઃ ભાદરવીના મેળામાં ત્રિશૂળીયા ઘાટ પર મોતની સવારી

Updated: Sep 8th, 2022

Article Content Image

- 50થી વધુ મુસાફરો ભરીને દોડતા વાહનો સામે તંત્રની ચુપકીદી

- બેફામ ગતિએ દોડતા શટલીયા વાહનોમાં જીવના જોખમે મુસાફરી

અંબાજી, તા. 08 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળામાં હરવા-ફરવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ કારણે ખાનગી શટલીયા વાહનોને ખૂબ જ મજા પડી ગઈ છે અને તેઓ તગડું ભાડું વસૂલવાની સાથે વાહનોમાં 5 ગણા વધારે મુસાફરો ભરી રહ્યા છે. વાહનોમાં આ પ્રકારે ક્ષમતા કરતાં અનેક ગણા વધારે મુસાફરો ભરવામાં આવતા હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત વર્તાઈ રહી છે. 

Article Content Image

અંબાજીમાં ભાદરવી પૂનમના 6 દિવસીય મહામેળા નિમિત્તે શહેરમાં ખાનગી વાહનોની અવર-જવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કરવામાં આવેલો છે. જોકે નિયંત્રિત સ્થળોની બહાર ખાનગી વાહનો બેફામ ગતિએ દોડી રહ્યા છે. મેળાના ત્રીજા દિવસે ગબ્બર પાસે બસની ટક્કરે બાઈક સવાર પિતા-પુત્રીનો ભોગ લીધો હતો.

વધુ વાંચોઃ અંબાજીમા ગબ્બર નજીક બસની ટકકરે બાઈક સવાર પિતા-પુત્રીનું મોત

જોકે તેમ છતાં પોલીસ તંત્ર ખાનગી વાહનોની તેજ રફ્તાર અને ઘેટા-બકરાની જેમ મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનો સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. આ કારણે અકસ્માત ઝોન કહી શકાય તેવા ત્રિશૂળીયા ઘાટ પર શટલીયા વાહનોમાં મુસાફરોની મોતની સવારીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. 

Article Content Image

કોઈ મોટી દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસે ઘેટા-બકરાની જમે મુસાફરો ભરીને દોડતા વાહનચાલકો સામે કાયદાની લગામ ઉગામવાની જરૂર જણાઈ રહી છે.  

Gujarat