પાટણ જિલ્લામાં વધુ 2કોરોના પોઝિટીવ દદીેના મોત
- જિલ્લામાં મૃત્યુઆંક ૧૬ થયો
- છેલ્લા ૩૦ કલાકમાં કુલ ૩ દર્દીઓને કોરોના ભરખી ગયોઃ ત્રણેય દર્દીઓ ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોવાનું બહાર આવ્યું
પાલનપુર તા. 23 જૂન, 2020, મંગળવાર
પાટણ જિલ્લામાં કોરોના નામની મહામારીએ માજા મુકી છે. જેમાં
છેલ્લા ૩૦ કલાકમાં કુલ ત્રણ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જેને લઇ ખાસ કરીને પાટણ
શહેરમાં શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો છે. જેમાં સોમવારે વહેલી સવારે છીડિયા
દરવાજાના ૭૦ વર્ષીય વૃધ્ધનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ મોડી રાત્રે ખાનગી
હોસ્પિટલના તબીબના ૮૪ વર્ષીય પિતાનું મોત નીપજ્યું હતું. જેને ગણતરીના કલાકોમાં
મંગળવારે સવારે ધરમોડાના ૬૪ વર્ષીય વૃધ્ધાનું મોત થતા કોરોના રૃપી કાળ વૃધ્ધ લોકો
માટે જાનલેવા સાબિત થઈ રહ્યો છે. જેને લઈ પાટણ શહેરમાં મોતનો આંકડો ૧૦ થઈ ગયો છે.
જ્યારે પાટણ જિલ્લામાં મોતનો આંક ૧૬ પર પહોંચ્યો છે.
પાટણ જિલ્લામાં કોરોનાનાં અત્યાર સુધી કુલ ૧૫૧ કેસ નોંધાયા
છે. જેમાં જિલ્લામાં વધુ ૧૬ દર્દીઓના મોત નિપજ્યા છે. તો સૌથી વધુ પાટણ શહેરમાં
કુલ ૧૦ દર્દીઓના મોત થયા છે. જેની વચ્ચે સોમવારે વહેલી સવારે પાટણ શહેરની છીડિયા
દરવાજા વિસ્તારની ૭૦ વર્ષીય વૃધ્ધાનું મોત નીપજ્યું છે. ત્યાર બાદ મોડી રાત્રે
પાટણ શહેરમાં આવેલ જીગર હોર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલના ડોકટરના ૮૪ વર્ષીય પિતાને
લાંબા સમયથી ફેફસાની તકલીફ હોય ત્યાર બાદ તાવ અને ખાંસીના લક્ષણો જણાતા સેમ્પલ
લેવામાં આવ્યું હતું. જેમાં ગત તા.૧૫ જુનના રોજ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના ૭
દિવસ બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે ચાણસ્મા તાલુકાના
ધરમોડા ગામના રબારીવાસના ૬૪ વર્ષીય પુરૃષને અમદાવાદની સનફાલાવર નામની ખાનગી
લેબોટરીમાં સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં ગત તા.૨૦ જુનના રોજ રિપોર્ટ પોઝિટીવ
આવ્યો હતો. જેના ત્રણ દિવસ બાદ મંગળવારે મોત થયું હતું. જેને લઇ પાટણ શહેરમાં
મોતનો આંક ૧૦ પર પહોંચી ગયો છે. જ્યારે જિલ્લામાં કુલ ૧૬ દર્દીઓને કોરોના ભરખી ગયો
છે. ઉલ્લેખનીય છે કે પાટણ શહેરમાં કોરોનાનાં કુલ ૭૦ કેસી નોંધાયા છે. જેમાં સૌથી
વધુ ૧૦ દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે શહેરમાં કોરોનાનું વધતું જતું સંક્રમણને
રોકવા માટે શું ફરિથી પાટણ શહેરને લોકડાઉન કરવામાં આવશે તેવી લોકમુખે ચર્ચાઓ થઇ
રહી છે.
પાટણ જિલ્લામાં સૌથી વધુ ૧૩ સિનિયર સીટીઝનના મોત થયા
પાટણ જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જેને લઇ
જિલ્લામાં કુલ ૧૬ દર્દીઓના રિપોર્ટ નેગીટીવ આવેલ છે. જ્યોર ૧૫૧ દર્દીઓ પૈકી ૧૩
દર્દીઓ સિનિયર સીટીઝન હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇ કોરોના મહામારી વૃધ્ધ લોકો
માટે જાન લેવા સાબિત થઇ રહ્યો છે.
જિલ્લામાં શંકાસ્પદ ૨૧૪ દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ
પાટણ જિલ્લામાં કુલ ૪૫૩૨ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
જેમાં ૪૧૬૯ દર્દીઓનો રીપોર્ટ નેગીટીવ આવેલ છે. જ્યારે ૧૫૧ દર્દીઓનો રિપોર્ટ
પોઝિટીવ આવેલ છે. જેમાં ૧૬ દર્દીઓના મોત નિપજ્યા છે. તો ૩૭દર્દીઆ ે સારવાર હેઠળ
દાખલ રાખેલ છે. જેમાં હજુ શંકાસ્પદ ૨૧૪ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ રહેલ છે.