Get The App

ઊંટનો મૃતહેદ પાણીમાં દેખાતાં લોકોના આરોગ્ય સામે ખતરો

- કોતરવાડા નજીક મેઈન કેનાલમાં

- વાવ-થરાદ-સુઈગામ સહિતના અનેક ગામોમાં કેનાલમાંથી પીવાનું પાણી પુરૃ પાડવામાં આવે છે

Updated: Jan 1st, 2022

GS TEAM

Google News
Google News
ઊંટનો મૃતહેદ પાણીમાં દેખાતાં લોકોના આરોગ્ય સામે ખતરો 1 - image

પાલનપુર,તા.31

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, થરાદ, સુઈગામ સહિતનાં વિસ્તારોમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી મુખ્ય કેનાલ મારફત પહોંચાડવામાં આવે છે.ત્યારે મુખ્ય કેનાલમાંથી અનેક વખત પશુઓનાં મૃતદેહો મળતાં હોય છે.એવી જ રીતે શુક્રવારે બપોરે કોતરવાડા નજીક મેઈન કેનાલમાં ઊંટનો મૃતદેહ મળતાં લોકોનાં આરોગ્ય સામે ખતરો ઉભો થવાની સ્થાનિકોમાં દહેશત સેવાઇ રહી છે.

સરહદી વાવ,થરાદ અને સુઈગામ વિસ્તારનાં લોકોને રાજ્ય સરકાર અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઇલેકટ્રીક મોટરો દ્વારા સમગ્ર વિસ્તારમાં પીવાનાં પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. ત્યારે આવી રીતે તરતા મૃતદેહથી લોકોનાં આરોગ્ય સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. એકબાજુ રાજ્યમાં ઓમીક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.તો બીજી તરફ કોરોનાએ ફુંફાડો મારતા પુનઃ પોઝિટિવ કેસોવધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ.શિયાળામાં લોકોને પાણીજન્ય બીમારી વધુ રહેતી હોય છે.અને કેનાલ મારફત આવતું પીવાનું પાણી ફિલ્ટર વગર મળતું હોવાથી અનેક બીમારીઓનો શિકાર સરહદી વિસ્તારનાં લોકો થઈ રહ્યાં છે. જવાબદાર તંત્ર દ્વારા લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવી કાયમી ધોરણે વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉભી થવા પામી છે.

Tags :