Get The App

બાલારામ-અંબાજી અભ્યારણ વિસ્તારમાં બાંધકામ અને રોડ બનાવી દેવાયા

- ખુદ વન વિભાગના પરીપત્રના લીરેલીરા ઉડયા

- વન વિભાગના અધિકારીઓનું સૂચક મૌન : તપાસ કરવાનો સમય જ નથી

Updated: Jun 18th, 2021

GS TEAM

Google News
Google News
બાલારામ-અંબાજી અભ્યારણ વિસ્તારમાં બાંધકામ અને રોડ બનાવી દેવાયા 1 - image

અંબાજી, તા.17

દાંતા તાલુકાનો મોટાભાગનો વિસ્તાર બાલારામ, અંબાજી વન્ય પ્રાણીની સુરક્ષા માટે કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અભ્યારણ ઝોન તરીકે જાહેર કરેલ છે. એટલે કે જંગલ વિસ્તારમાં પાકું બાંધકામ કે રોડ, રસ્તા બનાવી જ ના શકાય તેવો વન વિભાગનો ખુદનો પરીપત્ર હોવા છતાં રાતોરાત રોડ બનાવી દેવાયો તે વાત આશ્ચર્ય પમાડે તેવી છે.

અંબાજી, દાંતા હાઈવે ટચ એક મોકાની જમીન હોઈ કોઈ મોટી રાજકીય વગ ધરાવતા ઈસમ દ્વારા ખરીદી લેવામાં આવી અને તેને બીનખેતી હેતુ ફેર કરવામાં આવ્યો. જમીનમાં આવવા, જવાનો રસ્તો હાઈવે બાજુથી મળી શકવાની કોઈ સંભાવના ન હોઈ કારણ કે તેને અડીને જંગલ વિસ્તારનો સર્વે નં.૧૯૧ પૈકી આવેલ છે. વન વિભાગની હદ દર્શાવતા બાણાઓ હાલ પણ સ્થ ઉપર મૌજુદ છે. ડુંગરને ખોદવો જરૃરી હોઈ આ ઈસમ દ્વારા વન વિભાગના ઉત્તર રેન્જના આરએફઓ પી.એમ. ભુતડીયાના જણાવ્યા અનુસાર અને કુંભારીયા તલાટી નરેશભાઈના જણાવ્યા અનુસાર રોડ કે રસ્તો બનાવવા માટે કોઈ પણ જાતની મંજુરી લીધેલ નથી. ત્યારબાદ આવા કૃત્ય કરનાર સામે વન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે પુછતાં ઉડાઉ જવાબો આપ્યા હતા.

પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, દાંતા શું કહે છે ?

આદિવાી સમાજના યુવાન  અને પૂર્વ ચેરમેન રણજીત  તારાબેને જણાવ્યું હતું કે જંગલોમાં રહેવાનો અમારો અધિકાર છે. અમારે ખેતર કે ઘર માટે રસ્તો બનાવવો હોય તો વન વિભાગ ના પાડે છે. જ્યારે આ ઈસમને રસ્તો કેમ બનાવવા દીધો આદિવાસી સમાજ તંત્રની બેધારી નીતિનો સખ્ત વિરોધ કરે છે.

Tags :