વાવના બાટવરમાં બેસણામાં કુંટુંબી ઉપર હૂમલોઃ 10 સામે ફરિયાદ
- જૂની અદાવતમાં ઘટના સર્જાઈ
- ગાળો બોલવાની ના પાડતાં લોખંડની પાઈપ-લાકડીથી માર મારી નાસી છૂટયા
વાવ,તા.19 માર્ચ 2020, ગુરૂવાર
સુઈગામ તાલુકા લિંબાળા ગામના રબારી પરિવાર બેસણામાં જતા તે સમયે ભાભર તાલુકાના વજાપુર ગામના ૧૦ જેટલા લોકો એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચી જૂની અદાવત રાખી લિબાળા તરફથી આવતું પીકઅપ ડાલાને ઉભું રખાવી અંદર બેસેલા લોકોને નીચે ઉતારી ફરિયાદીને અમારે ઉપાડી જવાની છે તેમ કહી ઉશ્કેરાયેલા લોકોએ લોખંડની પાઈપ, લાકડી તેમજ ઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદીને તેમજ પરિવારને ભૂંડી ગાળો બોલી લાકડીઓ વડે માર મરાી જતા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વાવ પોલીસ મથકે ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાતા વાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુઈગામ તાલુકા લિંબાળા ગામે રમીલાબેને સવદાસભાઈ મહાદેવભાઈ રબારી સાથે દોઢ માસ અગાઉ કોર્ટ મેરેજ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા ત્યારે ગત રોજ પોતાના પરિવાર સાથે થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે બેસણામાં જતી વખતે વાવ તાલુકાના બાટવર નજીક રોડ ઉપર ભાભર તાલકુાના વજાપુર ગામના બે ગાડીઓ સાથે ૧૦ જેટલા લોકોએ ગેરકાયદેસર મંડળી રચી બેસણામાં જઈ રહેલા પરિવારને ભાટવર નજીક ગાડી ઉભી રખાવી રમીલાબેનને તેમજ તેમના પતિ સવદાસભાઈ સહિતના લોકોને નીચે ઉતારી ૧૦ જેટલા લોકોએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લોખંડની પાઈપ તતા લાકડીઓ જેવા ઘાતક હથિયારો ધારણ કરી રમીલાબેનને ઉપાડી જવાની છે તેમ કહી મા-બેન સામે ગાળો બોલતા ફરિયાદીના પરિવારે ગાળો બોલવાની ના પાડતા ૧૦ લોકો એક સાથે ઉશ્કેરાઈ જઈ રૃડાભાઈ રબારીના હાથમાં રહેલ લોખંડની પાઈપ લઈને પીરાભાઈ રબારી પાસે આવી માથાના ભાગે મારતા તેઓ ઢળી પડયા હતા. ફરિયાદી સહિતના પરિવાર છોડાવવા વચ્ચે પડતા ૧૦ લોકેએ ફરિયાદી સહિતના લોકોને આડેધડ ગડદાપાટુ તેમજ લાકડીઓ મારતા પીરાભાઈને મોં માંથી લોહી નીકળતા વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.