Get The App

પાલનપુર એમટી શાખાના પોલીસ કર્મી વિરૂધ્ધ ફરિયાદ

- મંજુરી વગર ગેર હાજર રહેવા બદલ કાર્યવાહી

Updated: Apr 4th, 2020

GS TEAM

Google News
Google News
પાલનપુર એમટી શાખાના પોલીસ કર્મી વિરૂધ્ધ ફરિયાદ 1 - image

પાલનપુર તા.03 એપ્રિલ 2020, શુક્રવાર

પાલનપુર પોલીસ વિભાગના એમટી શાખામાં વાહન ચાલક તરીકે ફરજ બજાવતો એક પોલીસ કર્મી કોરોના વાઇરસની આપતી સમયે ખાતાકીય મંજુરી લીધા વિના સતત ગેરહારજ રહેતા તેના વિરૃધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

બનાસકાંઠાના ધાનેરાથી ગત તા.૨૫ માર્ચના રોજ પાલનપુર એમટી શાખામાં બદલી પામેલ પોલીસ કર્મી રમેશભાઇ કચરભાઇ જે પોલીસ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આ પોલીસ કર્મી હાલમાં ચાલી રહેલ કોરોનાની રાષ્ટ્રીય આપતી સમયે ખાતાકીય મંજુરી લીધા વિના તા.૧ એપ્રીલથી મનસ્વીપણે ગેર હાજર રહતા એમટી શાખાના પીએસઆઇ પુષ્પેન્દ્રસિંહ કુપાવતે પાલનપુર પૂર્વ પોલીસ મથકે પોલીસ દ્વાઇવર રમેશભાઇ વિરૃધ્ધ મનસ્વી ગેર હાજર રહી ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટનો ભંગ કરવા બદલ ફરિયાદ નોધવતા ચકચાર મચી જવા પામી છે. 

Tags :