હજુ 48 કલાક સુધી ઠંડીનું વાતાવરણ રહેશઃ હવામાન વિભાગ
- ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષાને લીધે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો
ડીસા,
તા. 31 જાન્યુઆરી 2020, શુક્રવાર
ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો જે
બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો નોધાતા ઠંડીમાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે. જોકે
હવામાનમાં પલ્ટો આવતાં ફરિથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતાં લોકોએ ઠંંડીના ચમકારાનો
અનુભવ કર્યો હતો.
હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર
ડીસામાં ૧૦.૦ ડિગ્રી, પાલનપુરમાં
૧૦.૦ ડિગ્રી, વાવમાં
૧૦.૦ ડિગ્રી, થરાદમાં
૧૦.૦ ડિગ્રી, ભાભરમાં
૧૨.૦ ડિગ્રી, અમીરગઢમાં
૭.૦ ડિગ્રી, અંબાજીમાં
૬.૦ ડિગ્રી, આબુરોડ
૭.૦ ડિગ્રી, ઈડરમાં
૮.૦ ડિગ્રી, મહેસાણામાં
૧૦.૦ ડિગ્રી, ઊંઝામાં
૧૦.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં
૧૦.૦ ડિગ્રી, પાટણમાં
૧૧.૦ ડિગ્રી, મોડાસામાં
૯.૦ ડિગ્રી, હિંમતનગરમાં
૧૦.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં
૮.૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ
ંહતું.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર
જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. જ્યારે તેની
અસરના પગલે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં કાતીલ ઠંડીનો લોકોએ
અહેસાસ કર્યો હતો. જે બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડી ઓછી થવા પામી છે. જોકે
હાલમાં હવામાનમા ંઆવેલ પલ્ટાને ફરીથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોધાવા પામ્યો છે.
જ્યારે ઉત્તર ભારતમાં થયેલ હિમ વર્ષાની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળતા ફરીથી કાતીલ
ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે.