ડીસા, તા. 05 જાન્યુઆરી 2020, રવિવાર
ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાત
સહિત બનાસકાંઠા જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. જેના લીધે પારો ગગડતા દેહ
ધુ્રજાવતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો અને જેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા
મળી હતી. જ્યારે હાલમાં છેલ્લા બે,
ત્રણ દિવસથી ઠંડીનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર
ડીસામાં ૧૦.૬ ડિગ્રી, પાલનપુરમાં
૧૩.૦ ડિગ્રી, વાવમાં
૧૪.૦ ડિગ્રી, થરાદમાં
૧૪.૦ ડિગ્રી, ભાભરમાં
૧૫.૦ ડિગ્રી, અમીરગઢમાં
૧૦.૦ ડિગ્રી, અંબાજીમાં
૯.૦ ડિગ્રી, આબુરોડ
૧૦.૦ ડિગ્રી, ઈડરમાં
૧૨.૦ ડિગ્રી, મહેસાણામાં
૧૩.૦ ડિગ્રી, ઊંઝામાં
૧૩.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં
૧૩.૦ ડિગ્રી, પાટણમાં
૧૩.૦ ડિગ્રી, મોડાસામાં
૧૨.૦ ડિગ્રી, હિંમતનગરમાં
૧૩.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં
૧૨.૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના પગલે ગુજરાત સહિત
બનાસકાંઠામાં પણ તેની અસર જોવા મળી રહી છે. જ્યારે ઠંડીએ જોર પકડતા છેલ્લા કેટલાક
દિવસોથી તાપમાનનો પારો ગગડતા કાતીલ ઠંડીનો લોકોએ અહેસાસ કર્યો હતો અને જેની સીધી
અસર લોકોના જનજીવન પર જોવા મળી હતી. જોકે હાલમાં છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાન ૧૦
ડિગ્રી આસપાસ રહેવા પામ્યું છે. જોકે આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડી પડવાની
શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં
આવી રહી છે.


