FOLLOW US

થરાદની નર્મદા કેનાલમાં બે દિવસમાં 6 લોકોએ જીવન ટૂંકાવ્યું, રાજસ્થાનના યુવકની આત્મહત્યાનું કારણ અકબંધ

Updated: Sep 3rd, 2022

થરાદ, તા. 3 ઓગસ્ટ 2022, શનિવાર 

નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવતા કિસ્સાઓ વધી રહ્યાં છે. મીઠા હાઇવે પર પસાર થતી મુખ્ય નર્મદા નહેરના પુલ નજીક યુવકની તરતી લાશ મળી આવી હતી. 

રાહદારીઓની નજરે પડતાં ઘટના સ્થળે લોકો એકઠાં થઇ ગયા હતા. જેમાં કોઈએ નગરપાલિકા તરવૈયાને જાણ કરવામાં આવી હતી. પાલિકા તરવૈયા સુલતાન મીર ઘટના સ્થળે પહોંચી તરતી લાશને બહાર કાઢી હતી. 

  • થરાદની કેનાલમાં બે દિવસમાં છ લોકોએ કેનાલમાં પડી જીવન ટૂંકાવ્યુ
  • તપાસમાં યુવક રાજસ્થાનનો 
  • પોલીસે મૃતદેહ કબજે કરી આગળની તપાસ હાથ ધરી

મૃતક યુવક રાજસ્થાનનું હોવાનું જાણવા મળ્યુ છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવતાં મૃતકનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકે આપઘાત કર્યો કે હત્યા તેનું કારણ અકબંધ છે. પોલીસે મૃતદેહ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ મુખ્ય નહેરમાં કેટલાક લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ પણ વાંચો: થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવકની તરતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

Gujarat
News
News
News
Magazines