અદાણી બાદ IRM દ્વારા CNGના ભાવમાં ભડકો, પ્રતિ કિલોએ 4 રૂપિયા વધારતા નવો ભાવ 98.94 રૂપિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Banaskantha CNG Price Hike: બનાસકાંઠા જિલ્લામાં ગેસ વિતરણ કરતી આઇઆરએમ (IRM) ગેસ કંપનીએ પણ સામાન્ય લોકોની કમર તોડતો વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના પહેલેથી જ ઊંચા ભાવો વચ્ચે રાહતરૂપ સાબિત થતા સસ્તા વિકલ્પ એટલે કે સીએનજી (CNG) ના ભાવમાં કંપની દ્વારા ફરી એકવાર વધારો કર્યો છે. આ નવા વધારા સાથે જ જિલ્લાના વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો
મળતી માહિતી અનુસાર, IRM કંપની દ્વારા કરવામાં આવેલા આજના ભાવવધારા બાદ બનાસકાંઠા જિલ્લામાં CNGના ભાવમાં સીધો પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો અમલી બનાવવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ કિલો 94.94ના ભાવે ઉપલબ્ધ થતો CNG હવે વધીને સીધો 98.94 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયો છે.
સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે IRM કંપની દ્વારા છેલ્લા માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં આ બીજી વખત CNG ના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. વારંવાર થતા આડેધડ ભાવવધારાના કારણે ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઇવરો અને ખાનગી વાહનમાલિકોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.




