Get The App

આર્મી જવાનના વરઘોડા પર હુમલો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

- પાલનપુર સરીપડા ગામે દલિત વરરાજા ઘોડે ચડતા પથ્થર મારો

- કેટલાક અસામાજિક તત્વોએ વરઘોડા ઉપર પથ્થર મારો કરતા એકને ઇજા

Updated: Feb 17th, 2020

GS TEAM

Google News
Google News
આર્મી જવાનના વરઘોડા પર હુમલો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત 1 - image

પાલનપુર તા. 16 ફેબુ્રઆરી 2020, રવિવાર

પાલનપુર તાલુકાના સરીપડા ગામે દલિત સમાજનો એક વરરાજા ઘોડે ચડીને પરણવા નીકળતા ગામના કેટલાક તત્વો દ્વારા દલિત યુવકના વરઘોડા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી તેમજ ડીજે સાઉન્ડ ની સામગ્રીને નુકાશાન પહોચ્યું હતું. બનાવના પગલે ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. અને પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવકની જાન જોડવામાં આવી હતી. તેમજ ગામમાં કોઇ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો ભારતીય સેનામાં ફરજ બજાવતો પાલનપુર તાલુકાના સરીપડા ગામના જવાન આકાશ દિનેશભાઇ કોઇટીયાના લગ્ન હોઇ આ દલિત વરરાજા એ રવીવારના સવારે ઘોડા પર જાન જોડી હતી જેને લઇ ગામના કેટલાક તત્વો એ દલિત વરરાજાના વરઘોડાને અટકાવવામાં આવ્યો હતો. અને જાનૈયાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઇ ગામમાં ઉત્તેજના ભર્યો માહોલ સર્જાયો હતો. જેને લઇ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં હતો અને પોલીસ પહેરા વચ્ચે ગામમાં થી યુવક ની જાન નીકળવામાં આવી હતી. વરરાજાના વરઘોડા પર પથ્થર મારાના નાવમાં એક જાનૈયા ને ઇજાઓ પહોંચી હતી. તેમજ ડીજે સાઇન્ડ સિસ્ટમને નુકશાન પહોંચ્યું હતું. બનાવના પગલે પોલીસ દ્વારા ગામમાં તમામ સમાજો વચ્ચે ભાઇચારો જળવાઇ રહે તે માટે ડીવાયએસપી દ્વારા ગ્રામજનો સાથે શાંતિ સમિતિની બેઠકનુંઆયોજન પણ કરવામાં આવ્યું હતું.

યુવકના પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્ન કરાયા

સરીપાડા ગામે દલિત યુવકના વરઘોડા પર પથ્થર મારો થતા પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવકની ગામમાંથી જાન નીકળવામાં આવી હતી.અને જાન પોલીસ પહેરા સાથે સુંઢા ગામે પહોંચી હતી જ્યાં પોલીસ ંબદોબસ્ત વચ્ચે યુવકની લગ્ન વિધિ કરાઇ હતી.

Tags :