થરાદ: ચેકપોસ્ટ ખાતે રૂ. 38,200ની કિંમતના અફીણના રસના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો


થરાદ, તા. 03 સપ્ટેમ્બર 2022 શનિવાર

બનાસકાંઠા થરાદ ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન 382 ગ્રામ અફીણના રસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. થરાદ પોલીસે આ વ્યક્તિ પાસેથી 38,200ની કિંમતના ગેરકાયદેસર માદક પદાર્થ સહિત 5,43,200ની કિંમતનો અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર ગુજરાત રાજસ્થાનની ખોડા બોર્ડર પર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન વોક્સ વેગન પોલો ગાડીમાં ડ્રાઇવર જગદીશ કિશનલાલ માંજુ (બિશ્નોઇ) રહે. સાંગડવા તા. ચિતલવાના જિ. જાલોર રાજસ્થાન વાળા પાસેથી પોતાની ગાડીમાંથી વગર પાસ પરમીટનો અને ગેરકાયદેસર માદક પદાર્થ 38,200ની કિંમતના 382 ગ્રામ અફીણના રસના જથ્થા સહિત કુલ 5,43,200ની કિંમતનો અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નાર્કોટિક્સના જથ્થા સાથે પકડાયેલા વ્યક્તિ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

City News

Sports

RECENT NEWS